શોધખોળ કરો

ટી-20 વર્લ્ડકપ અગાઉ ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ઝટકો, આ ઝડપી બોલરે જાહેર કરી નિવૃતિ

Kane Richardson Retirement: કેન રિચાર્ડસનની પ્રોફેશનલ કરિયરની શરૂઆત 2009માં શરૂ થઈ હતી.

Kane Richardson Retirement:  ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાંથી એક ખેલાડીએ નિવૃતિ જાહેર કરી હતી. ઓસ્ટ્રેલિયાના જમણા હાથના ઝડપી બોલર કેન રિચાર્ડસન ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. તેમની ક્રિકેટ કારકિર્દી 17 વર્ષ સુધી ચાલી હતી. રિચાર્ડસનએ 2013માં શ્રીલંકા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેમણે ભારતમાં તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. 34 વર્ષીય રિચાર્ડસનની ક્રિકેટમાંથી વહેલી નિવૃત્તિ ઈજાને કારણે હતી.

રિચાર્ડસનની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2023માં રમી હતી

કેન રિચાર્ડસનની પ્રોફેશનલ કરિયરની શરૂઆત 2009માં શરૂ થઈ હતી. આ સમયગાળા દરમિયાન તેઓ 10 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક્ટિવ રહ્યો હતો. 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર રિચાર્ડસને 2023માં ગુવાહાટીમાં ભારત સામે T20 આંતરરાષ્ટ્રીય તરીકે છેલ્લી મેચ રમી હતી. તેમની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દી 2014માં પાકિસ્તાન સામે શરૂ થઈ હતી.

કેન રિચાર્ડસનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

કેન રિચાર્ડસન કુલ 61 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં 84 વિકેટો લીધી છે, જેમાં 25 વન-ડે મેચનો સમાવેશ થાય છે, જેમાં 39 વિકેટો લીધી છે. તેમનો શ્રેષ્ઠ વન-ડે પરફોર્મ 68 રન આપીને 5 વિકેટ છે. 36 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં રિચાર્ડસન 45 વિકેટ લઈ ચૂક્યો છે. આ ફોર્મેટમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 30 રન આપીને 4 વિકેટ છે.

કેન રિચાર્ડસન T20 ફોર્મેટમાં સૌથી વધુ મેચ રમ્યો હતો 

કેન રિચાર્ડસને 17 વર્ષમાં 201 ટી-20 મેચ રમી હતી, જેમાં 241 વિકેટ લીધી હતી. તેમણે વિશ્વભરની T20 લીગમાં પણ ભાગ લીધો હતો. તે IPLમાં ત્રણ ટીમો તરફ રમી ચૂક્યો છે જેમાં રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પુણે વોરિયર્સનો સમાવેશ થાય છે. 

IPL અને BBLમાં કેન રિચાર્ડસનની કારકિર્દી

IPLમાં ત્રણ ટીમોનો ભાગ હોવા છતાં કેન રિચાર્ડસન માત્ર 15 મેચ રમ્યો હતો. જેમાં 19 વિકેટ લીધી હતી. તેણે 26 ડિસેમ્બર, 2025ના રોજ બિગ બેશમાં તેમની છેલ્લી ટી-20 મેચ રમી હતી. રિચાર્ડસન બિગ બેશમાં પણ ત્રણ ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં 118 મેચોમાં કુલ 142 વિકેટ લીધી હતી.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
Embed widget