Kiran More Corona Positive: Mumbai Indians ના વિકેટકીપિંગ સલાહકાર કિરણ મોરે થયા કોરોના સંક્રમિત
મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)અને મોરે બંને બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન્ડિયા (BCCI) ના આરોગ્ય માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યા છે. નિવેદન મુજબ, મુંબઈ ઈન્ડિયન્સની મેડિકલ ટીમ મોરેના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે.
નવી દિલ્હી : પાંચ વખતની આઈપીએલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ(Mumbai Indians)ના સ્કાઉટ અને વિકેટકીપિંગ સલાહકાર(wicket keeping advisor) કિરણ મોરે (Kiran More)કોરોના વાયરસથી (Coronavirus)સંક્રમિત થયા છે. IPL ફ્રેન્ચાઇઝીએ મંગળવારે એક નિવેદન બહાર પાડતાં જણાવ્યું હતું કે મોરેને હાલમાં કોરોનાના કોઈ લક્ષણ નથી અને આઇસોલેશનમાં રહે છે.
મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)અને મોરે બંને બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન્ડિયા (BCCI) ના આરોગ્ય માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યા છે. નિવેદન મુજબ, મુંબઈ ઈન્ડિયન્સની મેડિકલ ટીમ મોરેના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓ તેમના ચાહકોને યાદ અપાવવા માંગશે કે તેઓ આવા મુશ્કેલ સમયમાં સલામત રહે અને કોરોના માર્ગદર્શિકાનું પાલન કરે. નોંધનીય છે કે આઈપીએલ 2021 9 એપ્રિલથી યોજાનાર છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 14 મી સીઝન એટલે કે આઈપીએલ 2021 09 એપ્રિલથી 30 મે વચ્ચે રમાશે. આઈપીએલની 14 મી સીઝનની પ્રથમ મેચ 09 એપ્રિલે ચેન્નાઇમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે સાંજે 7.30 વાગ્યે રમાશે. તે જ સમયે, આઈપીએલ 2021 ની અંતિમ મેચ 30 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ વિરાટ કોહલીના રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 09 એપ્રિલે પોતાનું અભિયાન શરૂ કરશે, જે ટૂર્નામેન્ટની પહેલી મેચ પણ હશે. મેચ ચેન્નાઇમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. આઈપીએલ 2021 માં કુલ 11 ડબલ-હેડરો હશે, જ્યાં છ ટીમો બપોરે ત્રણ મેચ અને બે ટીમો બપોરે બે મેચ રમશે. મેચ બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે અને સાંજે મેચ સાડા સાત વાગ્યે શરૂ થશે.
મુંબઈએ હરાજીમાં ખરીદ્યા સાત ખેલાડીઓ
મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2021ની હરાજીમાં કુલ સાત ખેલાડીઓ ખરીદ્યા છે. મુંબઈએ એડમ મિલ્ને (3.20 કરોડ), નાથન કુલ્ટર નાઈલ (5 કરોડ), પીયુષ ચાવલા (2.20 કરોડ), યુદ્ધવીર ચરક (20 લાખ) માર્કો જૈનસન (20 લાખ), અર્જુન તેંદુલકર (20 લાખ) અને જેમ્સ નીશમ (50 લાખ રૂપિયા)માં ખરીદ્યા છે.