(Source: ECI/ABP News/ABP Majha)
Nitish Rana Corona Positive: IPL શરૂ થાય તે પહેલા KKRને લાગ્યો મોટો ઝટકો, નીતીશ રાણા કોરોના પોઝિટિવ
એક જાણીતી વેબસાઈટના રિપોર્ટ મુજબ કેકેઆરનો બેટ્સમેન નિતીશ રાણા કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. સૂત્રો અનુસાર તે ગોવામાં રજાઓ ગાળ્યા બાદ ટીમ સાથે જોડાયો હતો.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ થાય તે પહેલા જ કોલકાતા નાઈટ રાઈડર્સને મોટો ઝટકો લાગ્યો છે. એક જાણીતી વેબસાઈટના રિપોર્ટ મુજબ કેકેઆરનો બેટ્સમેન નિતીશ રાણા કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. સૂત્રો અનુસાર તે ગોવામાં રજાઓ ગાળ્યા બાદ ટીમ સાથે જોડાયો હતો. બે દિવસ પહેલા જ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ બીસીસીઆઈ કે કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી કોઈ પુષ્ટિ નથી કરવામાં આવી.
આઈપીએલ 14 ની શરૂઆત 9 એપ્રિલથી થઈ રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ તેની પ્રથમ મેચ 11 માર્ચે સનરાઈઝર્સ હૈદારાબાદ સામે રમશે. રિપોર્ટ અનુસાર નિતીશ રાણા મુંબઈની એક હોટલમાં ક્વોરન્ટાઈન છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, નીતીશ મુંબઈસ્થિત ટીમ હોટલમાં ક્વોરન્ટીન છે. ડોક્ટરની ટીમ તેની દેખરેખ કરી રહી છે. IPLની 14મી સીઝન 9 એપ્રિલથી શરૂ થાય છે. ફાઈનલ 30 મેના રોજ થશે. પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ(MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB)ની વચ્ચે રમાવાની છે.
નીતીશે ગત વર્ષે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે 14 મેચમાં 25.14ની સરેરાશથી 254 રન બનાવ્યા હતા. તેણે IPLમાં અત્યારસુધીમાં રમેલી 60 મેચમાં 28.17ની સરેરાશથી 1437 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઈક રેટ 135.56ની રહી છે.
આઇપીએલ 2021ની સિઝનનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. 9 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ અને રૉયલ ચલેન્જર્સ બેંગ્લૉરની ટક્કર સાથે જ ટૂર્નામેન્ટની શરૂઆત થશે. આ ટૂર્નામેન્ટ આ વખતે ભારતમાં જ રમાશે, લગભગ બે વર્ષ બાદ આઇપીએલ ભારતમાં પરત ફરી છે. લીગ સ્ટેજમાં દરેક ટીમ ચાર મેદાનો પર મેચો રમશે, 56 લીગ મેચોમાંથી ચેન્નાઇ, કોલકત્તા, મુંબઇ અને બેંગ્લુંરમાં 10-10 મેચ રમાશે.
આ ટૂર્નામેન્ટનું આ વખતે અમદાવાદ, બેંગ્લુરુ, ચેન્નાઇ, દિલ્હી, મુંબઇ અને કોલકત્તામાં આયોજન કરવામાં આવશે. અમદાવાદમાં 8 મેચો રમાશે. આ વખતે આઇપીએલની ખાસિયત એ છે કે તમામ મેચો ન્યૂટ્રલ વેન્યૂ પર રમાશે. આઇપીએલ 2021ની સિઝનનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે.