KL Rahul Wedding: એકબીજાના થયા કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી, ખંડાલામાં લીધા સાત ફેરા
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર અને વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલ અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટીએ લગ્ન કરી લીધા.
KL Rahul Athiya Shetty Wedding: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર અને વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલ અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટીએ લગ્ન કરી લીધા. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. બંનેએ ખંડાલામાં ખૂબ જ સામાન્ય રીતે સાત ફેરા લીધા હતા. રાહુલ અને અથિયાના લગ્નમાં માત્ર ખૂબ જ નજીકના લોકો જ હાજર રહ્યા હતા. જો કે, થોડા દિવસો પછી ભવ્ય રીસેપ્શન રાખવામાં આવશે. જેમાં લગભગ 3000 લોકો હાજરી આપે તેવી શક્યતા છે.
View this post on Instagram
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPL ફ્રેન્ચાઇઝી લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયન્કા, મેન્ટર ગૌતમ ગંભીર અને ફાસ્ટ બોલર વરુણ એરોન કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નમાં હાજરી આપી હતી. તે જ સમયે, ન્યુઝીલેન્ડ શ્રેણીના કારણે, રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા જેવા ક્રિકેટરો લગ્નમાં હાજરી આપી શક્યા ન હતા.
‘મુજસે શાદી કરોગી’ ગીત પર જોરદાર ડાન્સ કર્યો
કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીએ સુનીલ શેટ્ટીના ખંડાલા બંગલામાં લગ્ન કર્યા છે. જો કે આ લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં લોકો ‘મુજસે શાદી કરોગી’ ગીત પર જોરદાર ડાન્સ કરી રહ્યા છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય ફેન્સ સતત કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તે જ સમયે, આ લગ્નમાં બોલિવૂડ અને દેશની ઘણી પ્રખ્યાત અને મોટી હસ્તીઓ હાજરી આપી રહી છે.
Father and brother of bride, @SunielVShetty sir and #Ahanshetty baba step out to thank and distribute sweets to the media present at the venue in dashing traditional outfits!#Sunielshetty #AthiyaShetty #KLRahul #KLRahulAthiyaShettyWedding pic.twitter.com/8Ey2qdH8kV
— Dalpat Razzpurohit (@DalpatSunielian) January 23, 2023
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે લગ્ન પછી કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી હનીમૂન પર નહીં જાય. મીડિયા રિપોર્ટ્સમાં આવી માહિતી મળી છે. વાસ્તવમાં, બંનેનું શેડ્યૂલ અત્યારે ઘણું વ્યસ્ત છે, આવી સ્થિતિમાં લગ્ન પછી બંને પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ જશે.