શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  ABP CVoter)
×
Top
Bottom

KL Rahul-Athiya : ટીમ ઈન્ડિયાનું 'સાસરુ' બનતુ જાય છે બોલિવુડ, આ એક્ટ્રેસ-ક્રિકેટર્સ બન્યા છે પતિ-પત્ની

ક્રિકેટરો અને બોલિવૂડ સ્ટાર્સ વચ્ચેની લવસ્ટોરીની આ પાર્ટનરશીપ કોઈ અનોખી નથી. ભારતીય ટીમના ઘણા એવા સ્ટાર્સ છે, જેઓ બોલિવૂડની અભિનેત્રીઓને પોતાનું દિલ દઈ બેઠા છે

KL Rahul-Athiya Shetty Marriage : ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. કેએલ રાહુલે બોલિવૂડ સુપરસ્ટાર સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે, જે બોલીવુડ અભિનેત્રી છે. ક્રિકેટરો અને બોલિવૂડ સ્ટાર્સ વચ્ચેની લવસ્ટોરીની આ પાર્ટનરશીપ કોઈ અનોખી નથી. ભારતીય ટીમના ઘણા એવા સ્ટાર્સ છે, જેઓ બોલિવૂડની અભિનેત્રીઓને પોતાનું દિલ દઈ બેઠા છે.

જો વર્તમાન ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો પ્લેઈંગ-11માં 4 ખેલાડી એવા છે જેમણે બોલિવૂડ સ્ટાર્સ સાથે લગ્ન કર્યા છે. આ ઉપરાંત કેટલાક એવા ખેલાડીઓ છે જે બોલિવુડ સ્ટાર્સ સાથે રિલેશનશિપમાં છે. આ યાદીમાં કેએલ રાહુલનું નામ પણ જોડાઈ ગયું છે.

KL Rahul-Athiya : ટીમ ઈન્ડિયાનું 'સાસરુ' બનતુ જાય છે બોલિવુડ, આ એક્ટ્રેસ-ક્રિકેટર્સ બન્યા છે પતિ-પત્ની

1. કેએલ રાહુલ-આથિયા શેટ્ટી

ટીમ ઈન્ડિયાના સ્ટાઈલિશ બેટ્સમેન કેએલ રાહુલ હવે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેણે સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે. આથિયા શેટ્ટી હીરો, મોતીચૂર-ચકનાચૂર અને મુબારકાન જેવી ફિલ્મોમાં જોવા મળી છે. અત્યાર સુધી કેએલ રાહુલ ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન હતો, પરંતુ થોડા સમય પહેલા જ તેને આ પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો.

KL Rahul-Athiya : ટીમ ઈન્ડિયાનું 'સાસરુ' બનતુ જાય છે બોલિવુડ, આ એક્ટ્રેસ-ક્રિકેટર્સ બન્યા છે પતિ-પત્ની

2. વિરાટ કોહલી-અનુષ્કા શર્મા

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પણ બોલિવૂડ અભિનેત્રી સાથે લગ્ન કર્યા હતા. અનુષ્કા શર્મા વર્તમાન સમયની ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. જે બાદ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 2017માં લગ્ન કર્યા હતા. બંનેએ ઇટાલીમાં એક ખાનગી લગ્ન કર્યા હતા જેમાં માત્ર ગણતરીના મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. બંનેને એક પુત્રી પણ છે જેનું નામ વામિકા છે.

KL Rahul-Athiya : ટીમ ઈન્ડિયાનું 'સાસરુ' બનતુ જાય છે બોલિવુડ, આ એક્ટ્રેસ-ક્રિકેટર્સ બન્યા છે પતિ-પત્ની

3. હાર્દિક પંડ્યા-નતાશા સ્ટેનકોવિક

ટીમ ઈન્ડિયાના વર્તમાન વાઇસ કેપ્ટન અને T20 ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ એક અભિનેત્રીને પોતાનું દિલ દઈ બેઠો છે. સર્બિયન મૂળની નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના લગ્ન વર્ષ 2020માં થયા હતા. બંનેને અગસ્ત્ય નામનો એક પુત્ર છે. નતાશા બિગ બૉસ જેવા રિયાલિટી શૉમાં જોવા મળી ચુકી છે. તેમજ બૉલીવુડની ઘણી ફિલ્મોમાં આઇટમ નંબર અને નાના રોલમાં પણ જોવા મળી છે.

KL Rahul-Athiya : ટીમ ઈન્ડિયાનું 'સાસરુ' બનતુ જાય છે બોલિવુડ, આ એક્ટ્રેસ-ક્રિકેટર્સ બન્યા છે પતિ-પત્ની

4. યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્મા

ટીમ ઈન્ડિયાના સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા છે. તે કોરિયોગ્રાફરની સાથે સાથે પરફોર્મર પણ છે અને ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. થોડા સમય પહેલા ધનશ્રી વર્માનો એક મ્યુઝિક વીડિયો પણ અપારશક્તિ ખુરાના સાથે જોવા મળી હતી, જ્યારે તે પંજાબી મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી હતી.

આ ખેલાડીઓના નામ પણ જોડાયા છે અભિનેત્રીઓ સાથે

જો આપણે પ્લેઈંગ-11ના અન્ય ખેલાડીઓ પર નજર કરીએ તો કેટલાક એવા ખેલાડીઓ છે જે બોલિવૂડની અભિનેત્રીઓ અથવા મોડલ સાથેના સંબંધોને કારણે ચર્ચામાં છે. જેમાં શુભમન ગિલનું નામ પણ સામેલ છે, જેનું નામ તાજેતરમાં સારા અલી ખાન સાથે જોડાયું છે. જ્યારે ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા પણ એક મૉડલ છે. તો પૃથ્વી શૉનું નામ પ્રાચી સિંહ સાથે પણ જોડવામાં આવ્યું છે જે એક અભિનેત્રી છે.

આ ક્રિકેટરોએ બોલિવૂડ સ્ટાર્સ સાથે કરી ચુક્યા છે લગ્ન

માત્ર વર્તમાન ખેલાડીઓ જ નહીં પરંતુ ઘણા પૂર્વ ખેલાડીઓ પણ છે જેમણે બોલિવૂડ અભિનેત્રીઓ સાથે લગ્ન કર્યા છે. જેમાં હરભજન સિંહ, યુવરાજ સિંહ, ઝહીર ખાન જેવા ખેલાડીઓના નામ સામેલ છે. T20 વર્લ્ડકપ 2007 અને ODI વર્લ્ડ કપ 2011 સુપરસ્ટાર યુવરાજ સિંહે બોલિવૂડ અભિનેત્રી હેઝલ કીચ સાથે લગ્ન કર્યા. જે સલમાન ખાન સ્ટારર બોડીગાર્ડથી પ્રસિદ્ધિ પામી હતી.

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઝહીર ખાને અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યા, જે છેલ્લે શાહરૂખ ખાન સ્ટારર ચક દે ઈન્ડિયામાં જોવા મળી હતી. ટર્બનેટર હરભજન સિંહે પણ પોતાનું દિલ બોલિવૂડ અભિનેત્રી ગીતા બસરાને આપી બેઠો હતો અને બંનેએ વર્ષ 2015માં લગ્ન કરી લીધા હતા. જો આપણે આ પહેલા પણ જઈએ તો મન્સૂર અલી ખાન પટૌડીનું નામ સૌથી વધુ લોકપ્રિય છે જેમણે શર્મિલા ટાગોર સાથે લગ્ન કર્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exit Poll 2024: 11 એક્ઝિટ પોલમાં NDAને મળી રહી છે બહુમતી, જાણો ભારત ગઠબંધનને કેટલી સીટો મળી રહી છે!
Exit Poll 2024: 11 એક્ઝિટ પોલમાં NDAને મળી રહી છે બહુમતી, જાણો ભારત ગઠબંધનને કેટલી સીટો મળી રહી છે!
વિદેશ અથવા દુબઈથી તમે સત્તાવાર રીતે કેટલું સોનું તમારી સાથે લાવી શકો છો, જાણો શું છે નિયમ
વિદેશ અથવા દુબઈથી તમે સત્તાવાર રીતે કેટલું સોનું તમારી સાથે લાવી શકો છો, જાણો શું છે નિયમ
Monsoon Update 2024: કેરલમાં ભારે વરસાદ, થોડા દિવસોમાં ગરમીથી મળશે રાહત
Monsoon Update 2024: કેરલમાં ભારે વરસાદ, થોડા દિવસોમાં ગરમીથી મળશે રાહત
10 વર્ષ જૂનું આધાર કાર્ડ અપડેટ કરવાના આ છે પાંચ ફાયદા, મફતમાં થઈ જશે કામ
10 વર્ષ જૂનું આધાર કાર્ડ અપડેટ કરવાના આ છે પાંચ ફાયદા, મફતમાં થઈ જશે કામ
Advertisement
metaverse

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ |   સાગઠિયાના સાથી કોણ?Hu to Bolish | હું તો બોલીશ |  નાલાયક નબીરાRajkot Fire Tragedy: જેતપુરમાં ડાઇંગ એસોસિએશનનું સર્ક્યુલરVIDEO VIRAL: સુરતના ગ્રામ્યમાં વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ થયું , જાણો શું છે સત્ય ઘટના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exit Poll 2024: 11 એક્ઝિટ પોલમાં NDAને મળી રહી છે બહુમતી, જાણો ભારત ગઠબંધનને કેટલી સીટો મળી રહી છે!
Exit Poll 2024: 11 એક્ઝિટ પોલમાં NDAને મળી રહી છે બહુમતી, જાણો ભારત ગઠબંધનને કેટલી સીટો મળી રહી છે!
વિદેશ અથવા દુબઈથી તમે સત્તાવાર રીતે કેટલું સોનું તમારી સાથે લાવી શકો છો, જાણો શું છે નિયમ
વિદેશ અથવા દુબઈથી તમે સત્તાવાર રીતે કેટલું સોનું તમારી સાથે લાવી શકો છો, જાણો શું છે નિયમ
Monsoon Update 2024: કેરલમાં ભારે વરસાદ, થોડા દિવસોમાં ગરમીથી મળશે રાહત
Monsoon Update 2024: કેરલમાં ભારે વરસાદ, થોડા દિવસોમાં ગરમીથી મળશે રાહત
10 વર્ષ જૂનું આધાર કાર્ડ અપડેટ કરવાના આ છે પાંચ ફાયદા, મફતમાં થઈ જશે કામ
10 વર્ષ જૂનું આધાર કાર્ડ અપડેટ કરવાના આ છે પાંચ ફાયદા, મફતમાં થઈ જશે કામ
Amul Milk Price Hike: મોંઘવારી વચ્ચે અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો, જાણો નવા ભાવ
Amul Milk Price Hike: મોંઘવારી વચ્ચે અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો, જાણો નવા ભાવ
Assembly Election: 175 માંથી માત્ર 6 સીટો જીતીને પણ સત્તામાં આવશે BJP, આ રાજ્યમાં ખેલાશે મોટો દાવ
Assembly Election: 175 માંથી માત્ર 6 સીટો જીતીને પણ સત્તામાં આવશે BJP, આ રાજ્યમાં ખેલાશે મોટો દાવ
T20 World Cup 2024: માત્ર 10 રન બનાવાની સાથે જ કોહલી એમ ધોનીના આ ઐતિહાસિક રેકોર્ડને તોડી નાખશે
T20 World Cup 2024: માત્ર 10 રન બનાવાની સાથે જ કોહલી એમ ધોનીના આ ઐતિહાસિક રેકોર્ડને તોડી નાખશે
Most Subscribed YouTuber: યૂટ્યૂબ પર ટીસિરીઝની બાદશાહત ખતમ, આ 26 વર્ષના છોકરાની ચેનલ બની નંબર 1
Most Subscribed YouTuber: યૂટ્યૂબ પર ટીસિરીઝની બાદશાહત ખતમ, આ 26 વર્ષના છોકરાની ચેનલ બની નંબર 1
Embed widget