શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોહલી અને ડિવિલિયર્સ બેટ અને અન્ય સામાનની હરાજી કરી એકત્ર કરશે ફંડ, જાણો વિગતે
ડિવિલિયર્સે ઈન્સ્ટાગ્રામ ચેટમાં કોહલીને કહ્યું, અમે એક સાથે સારી ઈનિંગ રમી હતી. ગુજરાત લાયન્સ સામે 2016માં આઈપીએલની તે મેચ ખાસ હતી.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી અને દક્ષિણ આફ્રિકાનો પૂર્વ બેટ્સમેન એબી ડિવિલયર્સે 2016માં આઈપીએલની મેચ દરમિયાન જે બેટથી સદી ફટકારી હતી, તેની હરાજી કરીને કોવિડ-19 મહામારી સામે લડવા ફંડ એકત્ર કરશે. ગુજરાત લાયન્સ સામે રમાયેલી મેચમાં બંને ખેલાડીઓ દ્વારા સદી ફટકારવામાં આવી હતી.
આ બંને બેટ્સમેનો બેટ ઉપરાંત ક્રિકેટના અન્ય સામાનની હરાજી કરશે. જેમાં ગુજરાત લાયન્સ સામે રમાયેલી તે મેચમાં ઉપયોગમાં લેવામાં આવેલા ગ્લોવઝ, ટી-શર્ટ પણ સામેલ છે. કોહલી અને ડિવિલિયર્સ બંનેની સદી વડે રોયલ ચેલેન્જર્સે 3 વિકેટના નુકસાન પર 248 રનનો સ્કોર બનાવ્યો હતો. આરસીબીએ આ મેચ 144 રનનતી જીતી હતી.
ડિવિલિયર્સે ઈન્સ્ટાગ્રામ ચેટમાં કોહલીને કહ્યું, અમે એક સાથે સારી ઈનિંગ રમી હતી. ગુજરાત લાયન્સ સામે 2016માં આઈપીએલની તે મેચ ખાસ હતી. મેં 129 રન બનાવ્યા હતા અને તે 100નો સ્કોર કર્યો હતો. બે બેટ્સમેનો ટી-20માં સદી ફટકારે તેવું હંમેશા થતું નથી. તેથી મારા માટે આ યાદગાર છે. હું વિચારતો હતો કે આપણે સંકટના સમયમાં કેવી રીતે મદદ કરી શકીએ. તેથી મેં મેચમાં ઉપયોગમાં લેવાયેલા બેટ, ગ્લોવઝ અને ટી શર્ટ હરાજી કરવાનો નિર્ણય છે. હું મારી આ વસ્તુની સાથે તારા બેટ ઉપરાંત ગ્લોવઝની હરાજી કરીને ભંડોળ એકત્ર કરવા માંગુ છું.
ડિવિલિયર્સે કહ્યું, આ વસ્તુઓની ઓનલાઈન હરાજી કરીને બંને દેશોના જરૂરિયાતમંદો માટે ભોજનનો પ્રબંધ કરવામાં મદદ કરી શકીએ છીએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion