![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભારતના આ બોલરની બોલિંગમાં એક મેચમાં સૌથી વધુ સિક્સરનો શરમજનક રેકોર્ડ઼ નોંધાયોસ કોણ છે આ બોલર
આ એક વનડે મેચમાં કોઈપણ ભારતીય બોલરહ વિરૂદ્ધ સૌથી વધારે છગ્ગા છે.
![ભારતના આ બોલરની બોલિંગમાં એક મેચમાં સૌથી વધુ સિક્સરનો શરમજનક રેકોર્ડ઼ નોંધાયોસ કોણ છે આ બોલર Kuldeep yadav has the most embarrassing record of sixes in a single match: Who is this bowler? ભારતના આ બોલરની બોલિંગમાં એક મેચમાં સૌથી વધુ સિક્સરનો શરમજનક રેકોર્ડ઼ નોંધાયોસ કોણ છે આ બોલર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/27/894d307a2897e7955c4a3f934a064251_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IND vs ENG 2nd ODI: પુણેમાં રમાયેલી બીજી વનડે મેચમાં ઈંગ્લેન્ડને(England) 6 વિકેટથી ભારત(India)ને હરાવ્યું હતું. જોની બેરિસ્ટો(Jonny Bairstow), જેસોન રોય અને બેન સ્ટોક્સ(Ben Stokes)ની શાનદાર બેટિંગની મદદથી ઈંગ્લેન્ડે જીતી હાંસલ કરી હતી. ઈંગ્લેન્ડ તરફથી બેરિસ્ટોએ 124 રન, બેન સ્ટોક્સ 99 રન અને જેસોન રોયે 55 રન બનાવ્યા હતા.
આ સાથે જ ત્રમ મેચની સીરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. ભારત (Kuldeey Yadav)ના 336 રનના જપવાબમાં ઇંગ્લેન્ડ (England)એ 43.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 337 રન બનાવી સરળતાથી મેચ જીતી લીધી હતી.
ઈંગ્લેન્ડની ટીમ કેપ્ટન મોર્ગનની ગેરહાજરીમાં જોસ બટલરના નેતૃત્વમાં ઉતરી હતી. ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતની શરૂઆત સારી રહી નહોતી અને શિખર ધવન માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત શર્મા પણ 25 રન બનાવીને આઉટ થયો હતો. તેના બાદ કેપ્ટન વિરાટ કોહલી(Virat kohli) અને કેએલ રાહુલે(KL Rahul) સદીની ભાગીદારી નોંધાવી ભારતને મોટા સ્કોર સુધી પહોંચાડ્યું હતું. કોહલીએ 66 રન બનાવ્યા હતા જ્યારે રાહુલે શાનદાર સદી(108 રન) ફટકારી હતી. રિષભ પંતે 77 રન અને હાર્દિક પંડ્યાએ પણ 35 રન બનાવ્યા હતા.
આ મેચમાં ભારત તરફથી જે બોલર સૌથી વધારે ધોવાયો હતો તે હતો કુલદીપ યાદવ. કુલદીપ યાદવે પોતાની 10 ઓવરમાં એક પણ વિકેટ લીધા વગર 84 રન આપ્યા હતા અને આ દરમિયાન તેના નામે એક શરમજનક રેકોર્ડ પણ નોંધાયો હતો.
કુલદીપની બોલિંગ પર ઇંગ્લેન્ડના બેટ્સમેને કુલ 8 છગ્ગા ફટકાર્યા હતા. આ એક વનડે મેચમાં કોઈપણ ભારતીય બોલરહ વિરૂદ્ધ સૌથી વધારે છગ્ગા છે. આ પહેલા ફાસ્ટ બોલર આર વિનય કુમારની બોલિંગમાં વર્ષ 2013માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બેંગલુરુમાં રમાયેલ વનડેમાં 7 છગ્ગા પડ્યા હતા.
નોંધનીય છે કે, આ પહેલા પ્રથમ વનડેમાં પણ ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ કુલદીપ યાદવને ખુબ ધોયો હતો. 9 ઓવરમાં કુલદીપે કોઈપ વિકેટ લીધા વગર 68 રન બનાવ્યા હતા.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હવે ત્રીજા અને નિર્ણાયક વનડે રવિવાર એટલે કે 28 માર્ચના રોજ પુણેના મેદાન પર રમાવાની છે. જોવાનું એ રહેશે હવે આ મેચમાં કુલદીપને તક મળે છે કે નહીં.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)