શોધખોળ કરો
Advertisement
IPL 2020: કિંગ્સ ઈલેવનની ઉપરાછાપરી શરમજનક હાર છતાં ગેઈલને કેમ નથી રમાડાતો? જાણો કુંબલેએ શું કહ્યું? હવે ક્યારે રમશે?
કૉચ અનિલ કુંબલેએ કહ્યું કે, ક્રિસ ગેલની તબિયત અત્યારે સારી નથી, ફૂડ પૉઇઝનિંગ અને પેટમાં દુઃખાવો થઇ રહ્યો હોવાના કારણે ગેલની તબિયત ખરાબ છે. આ કારણે તેને ટીમમાં મોકો નથી મળ્યો
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન કિંગ્સ ઇલેવન પંજાબ માટે ખરાબ સાબિત થઇ રહી છે. ટીમે અત્યાર સુધી 7માંથી 6 મેચ ગુમાવી દીધી છે. પૉઇન્ટ ટેબલમાં હાલ પંજાબની ટીમ સૌથી તળીયે છે. ત્યારે સતત હારનો સામનો કરી રહેલી પંજાબની ટીમમાં વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલને કેમ બહાર રખાઇ રહ્યો છે, તે સવાલ દરેકના મનમાં છે. હવે સવાલનો જવાબ ખુદ ટીમના કૉચ અનિલ કુંબલેએ આપ્યો છે. અનિલ કુંબલે ક્રિસ ગેલને ટીમમાં સામેલ ના કરવાનુ કારણ બતાવ્યુ છે.
કિંગ્સ ઇલેવન પંજાબને ગઇકાલે કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે માત્ર બે રનથી હારનો સામનો કરવો પડ્યો, આ પહેલા ગુરુવારે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રમાયેલી મેચને 69 રનોથી ગુમાવી દીધી. ત્યારે આ બધાની વચ્ચે પંજાબના ફેન્સને વિસ્ફોટક બેટ્સમેને ક્રિેસ ગેલની યાદ આવી રહી છે. ગેલને કેમ નથી સમાવવામાં આવી રહ્યો ટીમમાં, આ અંગે ખુદ કૉચ કુંબલેએ ખુલાસો કર્યો છે.
કૉચ અનિલ કુંબલેએ કહ્યું કે, ક્રિસ ગેલની તબિયત અત્યારે સારી નથી, ફૂડ પૉઇઝનિંગ અને પેટમાં દુઃખાવો થઇ રહ્યો હોવાના કારણે ગેલની તબિયત ખરાબ છે. આ કારણે તેને ટીમમાં મોકો નથી મળ્યો.
અનિલ કુંબલેએ કહ્યું કે, હૈદરાબાદ વિરુદ્ધ મેચમાં અમે ગેલને ટીમમાં લેવા માંગતા હતા, પરંતુ ગેલ આ મેચ માટે ફિટ નહતો. ક્રિસ ગેલને ફૂડ પૉઇઝન થયુ છે. આ કારણે અમે તેને મેચમાંથી બહાર રાખ્યો હતો. ખાસ વાત છે કે ગેલની વાપસી થશે તો કયા ખેલાડીને બહાર બેસવાનો વારો આવી શકે છે, આ લિસ્ટમાં ગ્લેન મેક્સવેલનુ નામ સૌથી આગળ છે, કેમકે મેક્સવેલ હાલ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. હવે આગામી મેચમાં ગેલને સમાવવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, આઇપીએલ 13માં ક્રિસ ગેલને હજુ સુધી એકપણ મેચ રમવાનો મોકો નથી મળ્યો.એક્સપર્ટ્સનુ માનવુ છે કે ક્રિસ ગેલનો અનુભવ ટીમને કામ આવી શકે છે, અને ટીમ પોતાની જુની લય હાંસલ કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement