શોધખોળ કરો
Advertisement
ભારતને વર્લ્ડ કપ જીતાડનાર આ દિગ્ગજ ક્રિકેટરને આવ્યો હાર્ટ એટેક, જાણો કઈ સર્જરી કરાવવી પડી
ભારતના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટર જગતના શાનદાર ઓલરાઉન્ડરોમાંથી એક એવા કપિલ દેવની કેપ્ટનશિપમાં ભારતે 1983માં પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો.
નવી દિલ્હીઃ દિગ્ગજ ભારતીય ક્રિકેટર કપિલ દેવને હાર્ટ એટેકે આવ્યા હોવાના અહેવાલ છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કપિલ દેવની દિલ્હીની એક હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી થઈ છે. હાલમાં તેની સ્થિતિ સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
જેવા જ કપિલ દેવ વિશે આ સમાચાર આવ્યા, સોશિયલ મીડિયા પર તેના ઝડપથી સાજા થવાની પ્રાર્થના થવા લાગી છે. ભારતને પોતાની કેપ્ટનશિપમાં પ્રથમ વર્લ્ડ કપ અપાવનાર કપિલ દેવની ગણના વિશ્વના દિગ્ગજ ઓલરાઉન્ડરમાં થાય છે.
ભારતના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટર જગતના શાનદાર ઓલરાઉન્ડરોમાંથી એક એવા કપિલ દેવની કેપ્ટનશિપમાં ભારતે 1983માં પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો.
કપિલ દેવે પોતાના આંતરરાષ્ટ્રી કારકિર્દીમાં 131 ટેસ્ટ અને 225 વનડે મેચ રમી હતી. તેના નામે ટેસ્ટમાં 5248 રન અને 434 વિકેટ છે. વનડે ઇન્ટરનેશનલ કારકિર્દીમાં તેણે 3783 રન બનાવવાની સાથે 253 વિકેટ લીધી હતી. તેમમએ પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ વેસ્ટ ઇન્ડિઝની સામે ફરીદાબાદમાં વર્ષ 1994માં રમી હતી.Legendary cricketer Kapil Dev @therealkapildev suffers heart attack, undergoes angioplasty at a hospital in Delhi. Wishing him a speedy recovery.
— Teena Thacker (@Teensthack) October 23, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
લાઇફસ્ટાઇલ
સુરત
અમદાવાદ
Advertisement