શોધખોળ કરો

WPL 2025: કાલથી મહિલા પ્રીમિયર લીગની શરૂઆત, બે ટીમને મળ્યા નવા કેપ્ટન

WPL 2025: છેલ્લી સીઝન સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જીતી હતી

WPL 2025: મહિલા પ્રીમિયર લીગની ત્રીજી સીઝન 14 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. આ સીઝનમાં 5 ફ્રેન્ચાઇઝીમાંથી બે ટીમોએ પોતાના કેપ્ટન બદલ્યા છે. મહિલા પ્રીમિયર લીગની ત્રીજી સીઝનમાં કઈ બે ટીમોના કેપ્ટન બદલવામાં આવ્યા છે. WPL ની છેલ્લી સીઝન સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જીતી હતી. સૌ પ્રથમ મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઇઝી વિશે વાત કરીએ. હરમનપ્રીત કૌર મુંબઈ ઈન્ડિયન ટીમની કેપ્ટન છે, જે મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સીઝનની વિજેતા હતી.

 WPL 2024ની વાત કરીએ તો આ સીઝનમાં સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટાઇટલ જીત્યું હતું. આ સીઝનમાં પણ RCBની કેપ્ટનશીપની જવાબદારી સ્મૃતિ પર છે.

દિલ્હી કેપિટલ્સની વાત કરીએ તો દિલ્હીએ આ સીઝનમાં પોતાનો કેપ્ટન બદલ્યો નથી. ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગ WPL 2025માં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરતી જોવા મળશે.  WPL 2025ની ત્રીજી સીઝનમાં જે બે ટીમોએ પોતાના કેપ્ટન બદલ્યા છે તેમાં ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સનો સમાવેશ થાય છે. યુપી વોરિયર્સે દીપ્તિ શર્માને પોતાની નવી કેપ્ટન બનાવી છે. બીજી તરફ, ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન એશ્લે ગાર્ડનરને આ સીઝનમાં ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે.

તમે ટીવી પર WPL 2025 લાઈવ ક્યાં જોઈ શકો છો?
WPL 2025નું ટીવી પર લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે. દર્શકો આ મહિલા T20 લીગની બધી મેચો ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યાથી સ્પોર્ટ્સ 18 નેટવર્ક પર જોઈ શકશે.

WPL લાઇવ સ્ટ્રીમ ક્યાં થશે?

હવે વાત કરીએ એવા ચાહકો વિશે જે મોબાઈલ પર લાઈવ સ્ટ્રીમિંગનો આનંદ માણવા માંગે છે, તેમણે જિયો સિનેમા તરફ વળવું પડશે. જ્યાં તમે મફતમાં મેચ જોઈ શકશો.

એલિમિનેટર અને ફાઇનલ મુંબઈમાં યોજાશે

WPL ની પહેલી 6 મેચ વડોદરામાં, ત્યારબાદ આઠ મેચ બેંગલુરુમાં અને આગામી ચાર મેચ લખનઉમાં રમાશે. છેલ્લી ચાર મેચ મુંબઈમાં રમાશે. એલિમિનેટર મેચ 13 માર્ચે યોજાશે જ્યારે WPL ફાઇનલ પણ 15 માર્ચે મુંબઈમાં યોજાશે. આ વખતે ટુર્નામેન્ટની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે, જે વડોદરામાં યોજાશે. ફાઇનલ મેચ મુંબઈમાં યોજાશે. ટુર્નામેન્ટ માટેના ચાર શહેરો વડોદરા, મુંબઈ, લખનઉ અને બેંગલુરુ હશે.

WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકામાં ગન પોઈન્ટ પર ગુજરાતીઓ કેમ?Hun To Bolish : હું તો બોલીશ : આરોગ્ય કેન્દ્રોનો ઈલાજ ક્યારે?Sabarkantha News | વડાલીના નાદરી ગામે ક્રુરતાની હદ વટાવતી ઘટના, અજાણ્યા શખ્સોએ ગૌ માતાનું ગળુ કાપી નાંખ્યુંAravalli News: અરવલ્લી જિલ્લાના માલપુરમાં કરુણ ઘટના, વાત્રક નદીમાં ડુબતા ત્રણ સગીરના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO  
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
Embed widget