PAK vs BAN: બાબર આઝમે લીટન દાસે સામે મેદાનમાં ટણી કરી તો બેટ્સમેને નસીમ શાહને ધોઈ નાખ્યો,જુઓ વીડિયો
PAK vs BAN: રાવલપિંડીના મેદાન પર પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં, રમતના ત્રીજા દિવસે બાંગ્લાદેશની ટીમ તરફથી શાનદાર બેટિંગ પ્રદર્શન જોવા મળ્યું હતું.

PAK vs BAN: રાવલપિંડીના મેદાન પર પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં, રમતના ત્રીજા દિવસે બાંગ્લાદેશની ટીમ તરફથી શાનદાર બેટિંગ પ્રદર્શન જોવા મળ્યું હતું. દિવસના અંતે લિટન દાસે નસીમ શાહની ઓવરમાં આક્રમક બેટિંગ કરી અને કુલ 18 રન બનાવ્યા.
Sources are confirming that, babar told them that he will gonna bash Bangladesh in next innings , liton clearly said please forgive us babar don’t do that 🙏😨pic.twitter.com/3oJBBu2KVF
— Mazey (@Maze_6999) August 23, 2024
પાકિસ્તાનની ટીમ ઘરઆંગણે બાંગ્લાદેશ સામે 2 મેચની ટેસ્ટ શ્રેણીનું આયોજન કરી રહી છે, જેની પ્રથમ મેચ રાવલપિંડીના મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં, જ્યારે પાકિસ્તાની ટીમે તેની પ્રથમ ઇનિંગમાં 448 રનના સ્કોર સાથે ડિકલેર કરી હતી, ત્યારે તેણે શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું હતું અને તેના બોલરો પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી હતી. જો કે ત્રીજા દિવસની રમતમાં બાંગ્લાદેશ તરફથી પણ શાનદાર બેટિંગ જોવા મળી હતી અને દિવસની રમતના અંતે 5 વિકેટના નુકસાને 316 રન બનાવી લીધા હતા. ત્રીજા દિવસની રમતના છેલ્લા સત્રમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું હતું જેમાં બાબર આઝમ લીટન દાસને સ્લેજ કરતો જોવા મળ્યો હતો અને પછીની ઓવરમાં દાસે નસીમ શાહની ઓવરમાં 18 રન લીધા હતા. આમ દાસે બાબરનો ગુસ્સો શાહ પર ઉતાર્યો હતો.
નસીમ બાબરની ટણીનો ભોગ લીધો
રાવલપિંડી ટેસ્ટ મેચના ત્રીજા દિવસનું છેલ્લું સત્ર ચાલી રહ્યું હતું જેમાં દિવસની રમત સમાપ્ત થવામાં વધુ સમય બચ્યો ન હતો. આ દરમિયાન બાબર આઝમે બાંગ્લાદેશ ટીમની ઈનિંગની 89મી ઓવર પહેલા લિટન દાસ સામે આવીને વાત કરી, જેના પર દાસની પ્રતિક્રિયા ચોંકાવનારી હતી. આ પછી લિટન દાસે ઓવર નાખવા આવેલા નસીમ શાહ સામે પ્રથમ બે બોલમાં સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે ત્રીજો બોલ ડોટ રહ્યો, દાસે ચોથા બોલ પર જોરદાર સિક્સર ફટકારી અને પછીના બોલ પર બીજો ચોગ્ગો ફટકારીને તેણે કુલ 18 રન બનાવ્યા અને તેની અડધી સદી પણ પૂરી કરી. લિટન દાસ ઉપરાંત બાંગ્લાદેશે ત્રીજા દિવસની રમતમાં શાદમાન, મોમિનુલ હક અને મુશફિકુર રહીમના બેટ્સમેનોની અડધી સદીની ઇનિંગ્સ રમી હતી.
Babar Azam in vain Was abusing Litton Das..
— Time Traveler (@Vicky_Ydv01) August 23, 2024
Then in anger Liton Das found Naseem Shah...
And turned them into litter dogs..
He hit 18 runs in one over.. 😀😀#PAKvBAN#PakistanCricket pic.twitter.com/n470B5ir7p
લિટન દાસ 56 રન બનાવીને નસીમ શાહનો શિકાર બન્યો
આ ટેસ્ટ મેચના ચોથા દિવસે જ્યારે ખેલ શરૂ થયો ત્યારે ત્રીજા દિવસે લિટન દાસ 52 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો અને માત્ર 4 રન બનાવ્યા બાદ નસીમ શાહનો શિકાર બન્યો હતો. નસીમે લિટનને મોહમ્મદ રિઝવાનના હાથે કેચ આઉટ કરાવ્યો અને તેને 56ના અંગત સ્કોર પર પેવેલિયન મોકલી દીધો. મુશફિકુર રહીમ એક છેડેથી ઇનિંગ્સને સંભાળી રહ્યો હતો જેમાં બાંગ્લાદેશની ટીમે ચોથા દિવસની રમતના પ્રથમ સત્રમાં 350 રનનો સ્કોર પાર કર્યો હતો.
આ પણ વાંચો...
શિખર ધવનને શા માટે મિસ્ટર ICC કહેવામાં આવ્યો? તેનો જવાબ 'ગબ્બર'ના આ આંકડાઓમાંથી મળશે, જાણો તેના અતૂટ રેકોર્ડ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
