T20 WC 2022, Warm-Up Score: ભારતનો 6 રને વિજય, શમીએ છેલ્લી ઓવરમાં કાંગારુઓના હાથમાંથી છીનવી જીત
ICC T20 World Cup 2022: ભારતીય ટીમની આજથી વૉર્મ અપ મેચ શરૂ થઇ ગઇ છે. આજે પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ટકરાઇ રહી છે

Background
છેલ્લી ઓવરમાં શમીનો તરખાટ
વૉર્મ-અપ મેચમાં મોહમ્મદ શમીને એકપણ ઓવર નાંખવા ન હતી મળી પરંતુ, જ્યારે છેલ્લી ઓવરમાં 9 રનની જરૂર હતી તે સમયે કેપ્ટન રોહિત શર્માએ શમીને પહેલી અને મેચની છેલ્લી ઓવર ફેંકવા માટે આમંત્રણ આપ્યુ. શમીએ 20 ઓવરમાં એક પછી એક 4 કાંગારુઓને આઉટ કરીને ટીમને જીત અપાવવામાં સફળ રહ્યો હતો. શમીની છેલ્લી ઓવરમાં કમીન્સ, એગર, ઇંન્ગલિશ અને રિચર્ડસન આઉટ થયા હતા, જોકે, એગર રન આઉટ થતાં શમીને હેટ્રિક ન હતી મળી શકી.
વૉર્મ-અપ મેચમાં ભારતની કાંગારુઓ સામે જીત
ભારતીય ટીમે વૉર્મ-અપ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 7 રનથી જીતી નોંધાવી છે. કાંગારુ ટીમ 20 ઓવરમાં 180 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી અને મેચમાં ટીમ ઇન્ડિયાને જીત મળી હતી.
ઓસ્ટ્રેલિયાને ત્રીજો ઝટકો
વૉર્મ-અપ મેચમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કાંગારુ ટીમને ત્રીજો ઝટકો ગ્લેન મેક્સવેલના રૂપમાં લાગ્યો છે. ભુવનેશ્વર કુમારે મેક્સવેલને 23 રનના અંગત સ્કૉર પર દિનેશ કાર્તિકના હાથમાં ઝીલાવી દીધો હતો. મેક્સવેલે 4 ચોગ્ગા સાથે 23 રનની ઇનિંગ રમી હતી. અત્યારે ક્રિઝ પર કેપ્ટન ફિન્ચ 67 રન અને માર્કસ સ્ટૉઇનિસ 1 રન બનાવીને રમતમાં છે. ટીમનો સ્કૉર 16 ઓવરના અંતે 3 વિકેટના નુકશાને 148 પર પહોંચ્યો છે.
કેપ્ટન ફિન્ચની ફિફ્ટી
કેપ્ટન એરોન ફિન્ચે વૉર્મ-અપ મેચમાં શાનદાર ફિફ્ટી લગાવી છે. ફિન્ચે 2 છગ્ગા અને 7 ચોગ્ગા સાથે 47 બૉલમાં 65 રન બનાવી લીધા છે. ટીમનો સ્કૉર 15.3 ઓવરમાં 2 વિકેટના નુકશાને 145 રન પર પહોંચ્યો છે.
ઓસ્ટ્રેલિયાના 100 રન પુરા
વૉર્મ-અપ મેચમાં કાંગારુ ટીમે શાનદાર બેટિંગ કરતા ટીમનો સ્કૉર 100 રનને પાર કરાવી દીધો છે. ઓપનિંગ આવેલા મિશેલ માર્શ અને કેપ્ટન ફિેન્ચે સારી શરૂઆત અપાવી હતી, આ પછી માર્શ અને સ્મિથ આઉટ થઇ ગયા હતા, જોકે ટીમનો સ્કૉર 12 ઓવરના અંતે 2 વિકેટના નુકશાને 102 રન પર પહોંચ્યો હતો. હાલમાં કેપ્ટન ફિન્ચ 45 રન અને મેક્સવેલ 3 રન બનાવીને ક્રિઝ પર છે

