શોધખોળ કરો
Advertisement
લૉકડાઉનમાં ટીમ ઇન્ડિયાના આ ખેલાડીએ પોતાના ખર્ચે 5000 ગરીબોને આપ્યુ રેશન, જાણો વિગતે
ભજ્જીએ પોતાની પત્ની ગીતા બસરા સાથે જલંધરમાં 5000 ગરીબ પરિવારોને આ મુશ્કેલીના સમયમાં રેશન આપીને પોતાની ફરજ નિભાવી છે
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સામેની લડાઇમાં મોટી મોટી હસ્તીઓ, સેલેબ્સ અને ક્રિકેટરો આગળ આવ્યા છે, હવે આ કડીમાં ટીમ ઇન્ડિયાનો સ્ટાર ક્રિકેટર હરભજન સિંહ પોતાની પત્ની સાથે જોડાઇ ગયો છે. ભજ્જીએ જરૂરિયાત મંદોને અનાજ-રેશન આપવાની જબરદસ્ત કામગીરી શરૂ કરી છે.
ભજ્જીએ પોતાની પત્ની ગીતા બસરા સાથે જલંધરમાં 5000 ગરીબ પરિવારોને આ મુશ્કેલીના સમયમાં રેશન આપીને પોતાની ફરજ નિભાવી છે.
હરભજન સિંહે રવિવારે પોતાના ટ્વીટર હેન્ડલ પર તસવીર શેર કરીને આ વાતની માહિતી આપી હતી- હજભજને લખ્યુ, સતનામ વાહેગુરુ... બસ હિંમત હૌંસલો આપજે... ગીતા બસરા અને હું આજે 5000 પરિવારોને રેશનની વહેંચણીનો સંકલ્પ લઇએ છીએ. વાહેગુરુ અમારા દરેક પર કૃપા કરો.
39 વર્ષીય આ સ્પીનરે પોતાના સંદેશમાં લખ્યું- અમે અમારા બધા સાથીઓનુ ભારણ ઓછુ કરવાની કોશિશ કરીશું. સુરક્ષિત રહો, ઘરમાં રહો અને સકારાત્મક રહ્યો. ભગવાન આપણા બધા પર કૃપા કરે. જય હિન્દ. ગીતા બસરાએ પણ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી આ વાતને શેર કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ક્રિકેટ
સમાચાર
Advertisement