શોધખોળ કરો
IPLના આયોજનને લઈને હમે શક્ય તમામ વિકલ્પ શોધી રહ્યા છીએઃ સૌરવ ગાંગુલી
ગ્લેન મેક્સવેલ અને પેટ કમિન્સ સહિત કેટલાક વિદેશી ખેલાડીઓએ સાર્વજનિક રીતે આઈપીએલ માટે પોતાનું સમર્થન આપ્યું છે.

મુંબઈઃ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, બીસીસીઆઈ બંધ દરવાજાની પાછળ આઈપીએલની મેજબાની કરવા માટે તૈયાર છે અને આ વર્ષે ટૂર્નામેન્ટનાં આયોજન માટે તમામ શક્ય વિકલ્પો પર કામ કરી રહ્યા છે. ગાંગુલીએ એક પત્રમાં લખ્યું છે કે, “બીસીસીઆઈ આ વર્ષે આઈપીએલનો મંચ તૈયાર કરવામાં સક્ષણ છે, ભલે તેનો મતલબ ખાલી સ્ટેડિયમમાં ટૂર્નામેન્ટ રમવાની હોય, એ સુનિશ્ચિત કરવા માટે તમામ શક્ય વિકલ્પો પર કામ થઈ રહ્યું છે. ફેન્સ, ફ્રેન્ચાઈઝી, ખેલાડી, બ્રોડકાસ્ટ, પ્રાયોજક અને અન્ય તમામ હિતધારક આ વર્ષે આઈપીએલની મેજબાનીની સંભાવના માટે ઉત્સુક છે. તેમણે કહ્યું કે, ‘હાલમાં જ આઈપીએલમાં ભાગ લેનાર ભારત અને અન્ય દેશોના અનેક ખેલાડીઓએ પણ આ વર્ષે આઈપીએલનો ભાગ બનવા માટે પોતાની ઉત્સુક્તા બતાવી છે. અમે આશાવાદી છે અને બીસીસીઆઈ ટૂંકમાં જ તેના પર ભવિષ્યમાં નિર્ણય લઈ શકે છે.' ગ્લેન મેક્સવેલ અને પેટ કમિન્સ સહિત કેટલાક વિદેશી ખેલાડીઓએ સાર્વજનિક રીતે આઈપીએલ માટે પોતાનું સમર્થન આપ્યું છે. પરંતુ ગાંગુલીના આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનાર ટી20 વર્લ્ડ કપના ભવિષ્યને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ટી20 વર્લ્ડ કપ જો નહીં થાય તો આઈપીએલ માટે એક રસ્તો ખુલી શકે છે. જોકે આઈસીસીએ પણ કહ્યું છે કે હાલમાં તે શક્ય તમમ વિકલ્પો પર કામ કરી રહ્યું છે. આઈપીએલ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઇન્ડિયન્સ ગુરુવારથી મુંબઈના રિલાયન્સ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ શરૂ કરશે. ફ્રેન્ચાઈઝીએ કહ્યું કે, મુંબઈમાં રહેતા ખેલાડી, રોહિત શર્મા, હાર્દિક પાંડ્યા, સૂર્યકુમાર યાદવ, કૃણાલ પાંડ્યા, ધવલ કુલકર્ણી અને આદિત્ય તારે આ પ્રેક્ટિસમાં સામેલ થઈ શકે છે.
વધુ વાંચો




















