Love Sotry : અબજ પ્રેમ કી ગજબ કહાની! CBIના નવા ચીફની દિકરીનું આ ક્રિકેટર સાથે હતું અફેર
સીબીઆઈના નવા વડાની પસંદગી થતા જ ભારતીય ક્રિકેટ ટીમ માટે વનડે અને ટેસ્ટ રમી ચુકેલા અનુભવી બેટ્સમેન ચર્ચાનો વિષય બન્યો છે.
Ajab Prem Ki Gajab Kahani : કર્ણાટકના વર્તમાન પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પ્રવીણ સૂદને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના આગામી ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સીબીઆઈના વર્તમાન વડા સુબોધ કુમાર જયસ્વાલનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ સૂદ 25 મેના રોજ ચાર્જ સંભાળશે. સીબીઆઈના નવા વડાની પસંદગી થતા જ ભારતીય ક્રિકેટ ટીમ માટે વનડે અને ટેસ્ટ રમી ચુકેલા અનુભવી બેટ્સમેન ચર્ચાનો વિષય બન્યો છે.
ટીમ ઈન્ડિયા વતી આંતરરાષ્ટ્રીય વન ડે અને ટેસ્ટનો અનુંભવી બેટ્સમેન એવો મયંક અગ્રવાલ ચર્ચાના ચગડોળે ચડ્યો છે. તેનું કારણ તેની સદી કે શાનદાર શોટ નહીં પરંતુ તેના સસરા છે. સ્ટાર ક્રિકેટર મયંક અગ્રવાલના સસરા પ્રવીણ સૂદ CBIના નવા ડિરેક્ટર બન્યા છે.
દીકરીનું ચાલ્યું હતું લાંબું અફેર
પ્રવીણ સૂદની પુત્રી આશિતા સૂદનું સ્ટાર ક્રિકેટર મયંક અગ્રવાલ સાથે અફેર ઘણા સમયથી ચાલી રહ્યું હતું. બંને એકબીજાને 7 વર્ષથી ડેટ કરતા રહ્યાં હતાં. પ્રવીણ સૂદ, જેમણે સુબોધ કુમાર જયસ્વાલના સ્થાને સીબીઆઈના નવા ડિરેક્ટર તરીકે નિમણૂક કરી, તે 1986 બેચના આઈપીએસ અધિકારી છે. તેઓ કર્ણાટકના ડીજીપી છે.
મયંકે રોમેન્ટિક રીતે કર્યું હતું પ્રપોઝ
મયંક અગ્રવાલે જાન્યુઆરી 2018માં થેમ્સ નદીના કિનારે લંડન આઈ ખાતે આશિતા સૂદને પ્રપોઝ કર્યું હતું. આશિતાએ મયંકનો પ્રસ્તાવ સ્વીકારવામાં સહેજ પણ મોડું કર્યું નહોતું. મયંક અને આશિતાએ 7 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 2018માં લગ્ન કર્યા હતા. બંને 4 જૂનના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા.
મયંકે IPL 2023માં અત્યાર સુધી 9 મેચ રમી છે, જેમાં તેણે 20.78ની એવરેજથી માત્ર 187 રન બનાવ્યા છે. આ સિઝનમાં તેનું બેટ લગભગ શાંત જ રહ્યું છે. આ સ્થિતિમાં સનરાઈઝર્સ હૈદરાબાદે પણ તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દીધો છે.
Mayank Agarwal Becomes Father: ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલ બન્યો પિતા, વિરાટ-અનુષ્કાએ આપી શુભેચ્છા
Mayank Agarwal Becomes Father: ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલના ઘરે એક નાનો મહેમાન આવ્યો છે. મયંકની પત્ની આશિતા સૂદે પુત્રને જન્મ આપ્યો છે અને હવે મયંકે તેની પત્ની અને પુત્ર સાથેનો પહેલો ફોટો શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે મયંક 8 ડિસેમ્બરે જ પિતા બન્યો છે, પરંતુ તેણે હવે આ વાતની જાણકારી પોતાના પ્રિયજનોને આપી છે. પુત્રના જન્મની માહિતી આપવાની સાથે મયંકે તેના નામની પણ જાહેરાત કરી છે. ટ્વિટર પર ફોટો શેર કરતા મયંકે લખ્યું, "આભારથી ભરેલા દિલ સાથે, અમે આયાંશનો પરિચય આપીએ છીએ. પ્રકાશનું પ્રથમ કિરણ, અમારો એક ભાગ અને ભગવાનને આપેલી ભેટ.