(Source: ECI/ABP News/ABP Majha)
LSG vs PBKS Live Score: લખનઉ સુપર જાયન્ટ્સ સામે પંજાબ કિંગ્સનો બે વિકેટે વિજય, સિકંદર રઝાની અડધી સદી
IPL 2023 ની 21મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. પંજાબ કિંગ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
LIVE
Background
LSG vs PBKS Live Score Update IPL 2023: IPL 2023 ની 21મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. પંજાબ કિંગ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટૂર્નામેન્ટમાં લખનૌનું અત્યાર સુધી શાનદાર પ્રદર્શન રહ્યું છે. તેણે 4 મેચ રમીને 3માં જીત મેળવી છે. જ્યારે પંજાબ કિંગ્સે 4માંથી 2 મેચ જીતી છે. જો કે આ મેચમાં પંજાબની ટીમ લખનૌને ટક્કર આપતી જોવા મળી શકે છે. કેએલ રાહુલની કપ્તાનીમાં લખનૌની ટીમ હોમ ગ્રાઉન્ડ પર મેચ રમશે.
પંજાબ કિંગ્સે રોમાંચક મેચમાં 2 વિકેટે જીત મેળવી
પંજાબ કિંગ્સે રોમાંચક મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 2 વિકેટથી હરાવ્યું હતું. લખનઉએ પ્રથમ બેટિંગ કરતા 158 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 19.3 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 161 રન બનાવીને મેચ જીતી લીધી હતી. પંજાબ માટે સિકંદર રઝાએ મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. તેણે 41 બોલમાં 57 રન બનાવ્યા હતા. લખનઉ તરફથી કેએલ રાહુલે 74 રન બનાવ્યા હતા.
લખનઉએ 159 રન બનાવ્યા હતા
લખનઉ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સ સામે 160 રનનો ટાર્ગેટ આપ્યો છે. તેણે 20 ઓવરમાં આઠ વિકેટે 159 રન બનાવ્યા હતા. લખનઉ તરફથી કેપ્ટન કેએલ રાહુલે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 56 બોલમાં 74 રનની ઇનિંગ રમી હતી. રાહુલે આઠ ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. કાયલ મેયર્સે 29, કૃણાલ પંડ્યાએ 18 અને માર્કસ સ્ટોઇનિસે 15 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી સેમ કુરને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. કગીસો રબાડાએ બે વિકેટ પોતાના નામે કરી હતી.
6 ઓવર પછી લખનૌ 49/0
6 ઓવર પછી લખનૌએ કોઈ વિકેટ ગુમાવ્યા વિના 49 રન બનાવ્યા હતા. હાલમાં કાયલ મેયર્સ અને કેએલ રાહુલ બેટિંગ કરી રહ્યા છે.
લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ ઈલેવન
લખનઉ સુપર જાયન્ટ્સ: કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઈનીસ, ક્રુણાલ પંડ્યા, નિકોલસ પૂરન (વિકેટકિપર), આયુષ બદોની, અવેશ ખાન, યુદ્ધવીર સિંહ ચરક, માર્ક વુડ, રવિ બિશ્નોઈ
પંજાબ કિંગ્સ પ્લેઈંગ ઈલેવન
પંજાબ કિંગ્સ: અથર્વ તાયડે, મેથ્યુ શોર્ટ, હરપ્રીત સિંહ ભાટિયા, સિકંદર રઝા, સેમ કરણ (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા, રાહુલ ચાહર, અર્શદીપ સિંહ.