શોધખોળ કરો

નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ હર્જી હલેવીએ તેમના રાજીનામાની જાહેરાત કરી.

Israeli Military Chief Of Staff Resigns: ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ હર્ઝી હલેવીએ તેમના રાજીનામાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે તેઓ 6 માર્ચે તેમનું પદ છોડી દેશે. એક નિવેદનમાં, ઇઝરાયેલના સૈન્ય વડાએ કહ્યું કે તેઓ 7 ઓક્ટોબરે IDFની નિષ્ફળતાની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી રહ્યા છે.

તેમણે કહ્યું કે 6 માર્ચ સુધી, તેઓ 7 ઓક્ટોબરના હમાસ હુમલાની તપાસ પૂર્ણ કરશે અને ભવિષ્યના પડકારો માટે IDFને તૈયાર કરશે. ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ અનુસાર, IDF ચીફે પોતાના રાજીનામા પત્રમાં લખ્યું છે કે, 'છેલ્લા ચાર દાયકાથી ઈઝરાયેલની રક્ષા કરવાનું મિશન મારા જીવનની પ્રેરણા રહ્યું છે. એક સૈનિક અને યુવા કમાન્ડર તરીકેના મારા શરૂઆતના દિવસોથી લઈને ચીફ ઑફ સ્ટાફ તરીકેની મારી ભૂમિકા સુધી, મે IDFનો ભાગ હોવાનો ગર્વ અનુભવ્યો છે. મેં તેને એક અનુકરણીય સંસ્થાના રુપમાં માની છે.

'આ નિષ્ફળતાની જવાબદારી મારી રહેશે'

હલેવીએ લખ્યું, '7 ઓક્ટોબરની સવારે, મારી કમાન્ડ હેઠળ,  IDF  ઇઝરાયલી નાગરિકોની સુરક્ષા કરવાના તેના મિશનમાં નિષ્ફળ રહ્યું. ઇઝરાયેલના લોકોએ જીવ ગુમાવ્યા, બંધકોને લીધે અને શારીરિક અને ભાવનાત્મક ઇજાઓના સ્વરૂપમાં ભારે અને પીડાદાયક કિંમત ચૂકવી. ઘણા લોકો (સુરક્ષા દળોના જવાનો, IDF સૈનિકો અને કમાન્ડરો અને બહાદુર નાગરિકો) ની હિંમતભર્યા કામ - આ મહાન આપત્તિને રોકવા માટે પૂરતી ન હતી. આ ભયંકર નિષ્ફળતા માટે મારી જવાબદારી દરરોજ, દરેક કલાક મારી સાથે છે અને જીવનભર મારી સાથે રહેશે.

IDF ચીફે પત્રમાં જણાવ્યું હતું કે, 7 ઓક્ટોબરના રોજ IDF ચીફ ઓફ સ્ટાફની નિષ્ફળતા માટે મારી જવાબદારીને સ્વીકાર કરતા અને એવા સમયમાં  જ્યારે IDFએ અસાધારણ સિદ્ધિઓ નોંધાવી છે અને ઇઝરાયેલની પ્રતિરોધકતા ક્ષમતા અને  તાકાત પુનઃસ્થાપિત કરી છે, હું 6 માર્ચે, 2025 માં મારો કાર્યકાળ સમાપ્ત કરવા વિનંતી કરુ છું.

'આ નિર્ણય ઘણા સમય પહેલા લેવામાં આવ્યો હતો'

હલેવીએ કહ્યું, 'આ નિર્ણય ઘણા સમય પહેલા લેવામાં આવ્યો હતો. હવે, યુદ્ધના તમામ ક્ષેત્રોમાં આઇડીએફનું વર્ચસ્વ અને  બંધક વાપસી કરાર પર કામ ચાલી રહ્યું છે, તો સમય આવી ગયો છે. ઇઝરાયેલ અને હમાસે રવિવારે યુદ્ધવિરામ કરારનો અમલ શરૂ કર્યો, જેમાં બંધકો અને કેદીઓની અદલા-બદલી સામેલ છે.

જ્યારે, ઇઝરાયેલના વિપક્ષી નેતા યાયર લૈપિડે પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને તેમની સરકારના રાજીનામાની માંગ કરી હતી. લૈપિડે કહ્યું કે તેમણે લશ્કરી વડા હર્જી હલેવીને રાજીનામું આપવા બદલ સલામ કરી અને કહ્યું: "હવે, તેમના માટે જવાબદારી સ્વીકારવાનો અને રાજીનામું આપવાનો સમય આવી ગયો છે - પ્રધાનમંત્રી અને તેમની પૂરી વિનાશકારી સરકાર."

હમાસે 7 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાયેલ પર હુમલો કર્યો, જેમાં લગભગ 1200 લોકો માર્યા ગયા અને 251 લોકોને બંધક બનાવ્યા. આ પછી ઈઝરાયેલે ગાઝામાં હુમલા શરૂ કર્યા જેમાં ઓછામાં ઓછા 47,035 પેલેસ્ટિનિયન માર્યા ગયા અને 111,091 ઘાયલ થયા.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણયHun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Embed widget