સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ
અભિનેતા સૈફ અલી ખાન જીવલેણ હુમલાના 5 દિવસ બાદ આજે એટલે કે 21મી જાન્યુઆરીએ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Saif Ali Khan: અભિનેતા સૈફ અલી ખાન જીવલેણ હુમલાના 5 દિવસ બાદ આજે એટલે કે 21મી જાન્યુઆરીએ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અભિનેતા હવે હૉસ્પિટલથી તેના ઘરે પહોંચ્યો છે, સૈફની તસવીરો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમના ઘરની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. ઘરે પરત ફરતાની સાથે જ અભિનેતાએ નવી સુરક્ષા ટીમને હાયર કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૈફને હવે એક્ટર રોનિત રોયની સુરક્ષા એજન્સી દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવશે.
અભિનેતા રોનિત રોયની ટીમ સૈફની સુરક્ષા કરશે
સૈફ અલી ખાનના ઘર ફોર્ચ્યુન હાઇટ્સના ઘણા વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આમાંથી એકમાં એક્ટર રોનિત રોય સૈફના ઘરનું નિરીક્ષણ કરતા અને સિક્યોરિટી સાથે વાત કરતા જોવા મળે છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે હવે રોનિત રોયની સુરક્ષા એજન્સીની ટીમ સૈફ અલી ખાન અને તેના સમગ્ર પરિવારની સુરક્ષા કરશે.
View this post on Instagram
શું હતો સમગ્ર મામલો ?
તમને જણાવી દઈએ કે શહજાદ નામનો એક વ્યક્તિ 16 જાન્યુઆરીની રાત્રે લગભગ 2 વાગ્યે સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસ્યો હતો. આ વ્યક્તિ બાંદ્રામાં અભિનેતાના એપાર્ટમેન્ટમાં ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યો હતો. પરંતુ ત્યારબાદ તેનો સામનો સૈફ અલી ખાન સાથે થયો અને આરોપીએ અભિનેતા પર છરી વડે હુમલો કર્યો. આ ઘટનામાં અભિનેતાને ગરદન અને પીઠના ભાગે ઊંડી ઈજા થઈ હતી.
હુમલાના પાંચ દિવસ બાદ સૈફ અલી ખાન ઘરે પરત ફર્યો હતો
આ હુમલા બાદ સૈફ અલી ખાનને તાત્કાલિક મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી અને હવે 5 દિવસ બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સૈફ હોસ્પિટલથી પોતાના બીજા એપાર્ટમેન્ટમાં પહોંચી ગયો છે. હાલ તબીબોએ તેને બેડ રેસ્ટ માટે કહ્યું છે.
Saif Ali Khan Discharged: સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી મળી રજા, સામે આવી પ્રથમ તસવીર
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
