શોધખોળ કરો

T20 WC 2022: આજે બે મેચો, ઇંગ્લેન્ડ સામે ટકરાશે આયરલેન્ડ, તો ન્યૂઝીલેન્ડ સામે અફઘાનિસ્તાનને મોટો પડકાર

ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022)માં આજે બે મેચો રમાઇ રહી છે, પહેલી મેચમાં ઇંગ્લેન્ડ (England) ની ટક્કર આયરેલન્ડ (Ireland) સામે થશે

T20 WC 2022 Fixtures: ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022)માં આજે બે મેચો રમાઇ રહી છે, પહેલી મેચમાં ઇંગ્લેન્ડ (England) ની ટક્કર આયરેલન્ડ (Ireland) સામે થશે. આ મેચ મેલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર સવારે 9.30 વાગ્યાથી રમાશે. વળી, બીજી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે અફઘાનિસ્તાન (NZ vs AFG) આવશે. આ મેચ પણ મેલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર જ રમાશે. બપોરે 1.30 વાગે આ મેચ શરૂ થશે. 

ઇંગ્લેન્ડ વિરુદ્ધ આયરલેન્ડ - 
ઇંગ્લેન્ડની ટીમ હાલના સમયમાં ગજબના ફોર્મમાં છે. તેને પોતાની છેલ્લી પાંચ ટી20 મેચો જીતી છે. આમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન જેવી ટીમોને આપવામા આવેલી હાર પણ સામેલ છે. ટીમની બેટિંગ અને ફાસ્ટ તથા સ્પીન બૉલિંગ બહુજ સારી અને સંતુલનમા છે. ટીમ માટે સારી વાત એ છે કે હાલમાં તમામ ખેલાડીઓ લયમાં છે. વળી, આયરલેન્ડની ટીમ ઇંગ્લેન્ડની સામે કમજોર દેખાઇ રહી છે. જોકે આ વર્લ્ડકપમાં અત્યાર સુધી આયરલેન્ડનુ પ્રદર્શન ખુબ સારુ રહ્યુ છે. ફર્સ્ટ રાઉન્ડમાં આ ટીમે વેસ્ટ ઇન્ડિઝને 9 વિકેટથી માત આપી હતી.  

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ અફઘાનિસ્તાન - 
ન્યૂઝીલેન્ડે સુપર 12 રાઉન્ડની ઓપનિંગ મેચમાં ઓસ્ટ્રેલિયાને 89 રનથી કરારી હાર આપી હતી.આ ધમાકેદાર જીત બાદ ટીમ જબરદસ્ત લય અને મનોબળ સાથે વર્લ્ડકપ રમી રહી છે. ટીમના ઓપનિંગ બેટ્સમેન ફિન એલન હાલમાં ખુબ જ તાબડતોડ બેટિંગ કરી રહ્યો છે. વળી, અફઘાનિસ્તાનની વાત કરીએ તો ટીમ પોતાની પહેલી મેચ જ હારી ચૂકી છે. અફઘાનિસ્તાન લયમાં નથી, આ ટીમે છેલ્લી ચારેય મેચો હારી છે, એશિયા કપ 2022માં પણ ટીમે કંઇક ખાસ પ્રદર્શન ન હતુ કર્યુ. આવામાં આ મેચમાં ન્યૂઝીલેન્ડનુ પલડુ ભારે છે.

T20 WC 2022 Points Table: આ ચાર ટીમો સુપર-12માં ટોપ પર ચાલી રહી છે, જુઓ પોઈન્ટ ટેબલ -

T20 WC 2022: T20 વર્લ્ડ કપ 2022 (T20 WC 2022) ના સુપર-12 રાઉન્ડની ટીમોને બે જૂથોમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ 1માં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન છે. તો ગ્રુપ 2માં ભારત, પાકિસ્તાન, ઝિમ્બાબ્વે, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ હાજર છે. આ રાઉન્ડમાં દરેક ટીમ પોતાના ગ્રુપની અન્ય પાંચ ટીમો સામે એક મેચ રમશે. દરેક ગ્રુપમાંથી ટોપ 2 ટીમો આગળના રાઉન્ડમાં જશે. એટલે કે, સુપર-12 રાઉન્ડ બાદ ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે અને બાકીની 8 ટીમોએ સ્વદેશ પરત ફરવું પડશે.

ગ્રુપ-1 પોઈન્ટ ટેબલઃ ગ્રુપ-1માં ન્યુઝીલેન્ડ નંબર-1 પર અને ઈંગ્લેન્ડ નંબર-2 પર છે. કીવી ટીમે સુપર-12ની ઓપનિંગ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. બીજી તરફ ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાનને મોટા અંતરથી હરાવ્યું હતું. અહીં યજમાન ઓસ્ટ્રેલિયા ચોથા સ્થાને છે.

ગ્રુપ-2 પોઈન્ટ ટેબલઃ ગ્રુપ-2માં બાંગ્લાદેશ પ્રથમ સ્થાને છે. બાંગ્લાદેશની ટીમે તેની પ્રથમ મેચમાં નેધરલેન્ડને હરાવ્યું હતું. અહીં ભારતીય ટીમ બીજા નંબર પર છે. ભારતે રોમાંચક મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024: એક્ઝિટ પોલમાં કમલા હેરિસને લીડનું અનુમાન, ત્રણ રાજ્યમાં ટ્રમ્પ આગળ
US Presidential Election 2024: એક્ઝિટ પોલમાં કમલા હેરિસને લીડનું અનુમાન, ત્રણ રાજ્યમાં ટ્રમ્પ આગળ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024: એક્ઝિટ પોલમાં કમલા હેરિસને લીડનું અનુમાન, ત્રણ રાજ્યમાં ટ્રમ્પ આગળ
US Presidential Election 2024: એક્ઝિટ પોલમાં કમલા હેરિસને લીડનું અનુમાન, ત્રણ રાજ્યમાં ટ્રમ્પ આગળ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
Embed widget