(Source: ECI/ABP News/ABP Majha)
Cricket: ફ્લાઇટમાં બેસતાં જ ભારતના દિગ્ગજ ક્રિકેટરની તબિયત લથડી, ICUમાં દાખલ કરવામાં આવતા ફેન્સ ચિંતામાં મુકાયા
ક્રિકેટરની તબિયત બગડતાં ત્યારે તે સુરતથી અગરતલા જઈ રહ્યો હતો. ફ્લાઇટમાં, મયંકે મોં અને ગળામાં બળતરાની ફરિયાદ કરી, જેના પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. મયંક અગરતલાની ILS હોસ્પિટલમાં દાખલ છે.
Mayank Agarwal ICU: ભારતીય ક્રિકેટર અને હાલમાં રણજી ટ્રોફીમાં કર્ણાટકની આગેવાની કરી રહેલા મયંક અગ્રવાલની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મયંકની તબિયત વધુ ખરાબ થવાને કારણે ICUમાં છે. ફ્લાઇટ દરમિયાન મયંકની તબિયત બગડી હતી, ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જે કર્ણાટક ટીમ માટે જરાય સારા સમાચાર નથી.
Cricketer Mayank Agarwal has been given rest as he vomited and felt uneasiness. He is under observation and Tripura Cricket Association officials are at the hospital. He will not play the next game against Saurashtra in the Ranji Trophy. Rest of the team will reach Rajkot… pic.twitter.com/M30NOMXlcD
— ANI (@ANI) January 30, 2024
મયંક અગ્રવાલની તબિયત બગડતાં ત્યારે તે સુરતથી અગરતલા જઈ રહ્યો હતો. ફ્લાઇટમાં, મયંકે મોં અને ગળામાં બળતરાની ફરિયાદ કરી, જેના પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. મયંક અગરતલાની ILS હોસ્પિટલમાં દાખલ છે.
રણજીમાં મચાવી રહ્યો છે ધમાલ
કર્ણાટકનો કેપ્ટન રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરતો જોવા મળી રહ્યો છે. તેણે ગુજરાત સામે રમાયેલી મેચમાં 109 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ ગોવા સામે રમાયેલી બીજી મેચમાં મયંકે 114 રન બનાવ્યા હતા. આ પછી તેણે ત્રિપુરા સામેની મેચમાં અડધી સદી ફટકારી હતી.
ટીમ ઈન્ડિયામાં તક નથી મળી રહી
ભારત માટે મુખ્યત્વે ટેસ્ટ ક્રિકેટ રમનાર મયંક અગ્રવાલ છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તેણે ભારત માટે તેની છેલ્લી મેચ માર્ચ 2022માં રમી હતી. ત્યારથી તે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યો છે.
અત્યાર સુધી આવી રહી છે આંતરરાષ્ટ્રીય કારકિર્દી
મયંકે ભારત માટે અત્યાર સુધીમાં 21 ટેસ્ટ અને 5 વનડે મેચ રમી છે. ટેસ્ટની 36 ઇનિંગ્સમાં તેણે 41.33ની એવરેજથી 1488 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે 4 સદી અને 6 અડધી સદી ફટકારી છે, જેમાં તેનો ઉચ્ચ સ્કોર 243 રન હતો. આ સિવાય તેણે ODIની 5 ઇનિંગ્સમાં 86 રન બનાવ્યા હતા. આ દરમિયાન મયંક એક પણ અડધી સદી ફટકારી શક્યો નહોતો. નોંધનીય છે કે મયંકે ડિસેમ્બર 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial