શોધખોળ કરો
Advertisement
IPLની આ જાણીતી એન્કર મયંતી લેંગર આ વખતે નહીં જોવા મળે આઈપીએલમાં, જાણો શું છે કારણ
હાલમાં જ સ્ટાર સ્પોર્ટ્સે પોતાના કમેન્ટેટર્સ અને એન્કર્સ પેનલની જાહેરાત કરી. આ યાદીમાં મયંતી લેંગરનું નામ ન જોવા મળતા ફેન્સ હેરાન રહી ગયા.
IPL 2020: આઈપીએલની 13મી સીઝનની શરૂઆત 19 સપ્ટેમ્બરથી મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે મેચથી થવા જઈ રહી છે. હાલમાં જ સ્ટાર સ્પોર્ટ્સે પોતાના કમેન્ટેટર્સ અને એન્કર્સ પેનલની જાહેરાત કરી. આ યાદીમાં મયંતી લેંગરનું નામ ન જોવા મળતા ફેન્સ હેરાન રહી ગયા. સોશિયલ મીડિયા પર તમામ પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી. પરંતુ હવે મયંતી લેંગરેનું લિસ્ટમાં નામ સામેલ ન થવા પાછળનાં કારણો ખુલાસો થયો છે.
મયંતી લેંગરે ટ્વીટ કરીને કહ્યું કે, તે અને સ્ટુઅર્ટ બિન્ની 6 સપ્તાહ પહેલા જ માતા પિતા બન્યા છે. આ જ કારણ છે કે તે આ વખતે આઈપીએલને હોસ્ટ કરતી જોવા નહીં મળે. મયંતી લેંગરે ટ્વીટર પર એક તસવીર શેર કરી જેમાં તે પોતાના દીકરા અને પતિ સ્ટુઅર્ટ બિન્નીની સાથે જોવા મળી રહ્યા છે. મયંતીએ સ્ટાર સ્પોર્ટ્સને ટેગ કરતાં ટ્વીટ કરીને લખ્યું, “હું આઈપીએલ જોવાનું પસંદ કરીશ અને બધાને શુભેચ્છાઓ. તેમણે જતીન સપ્નૂ, સુહૈલ ચંડોક, આકાશ ચોપરા, સંજના ગણેશન, ડીન જોન્સ, સ્કોટ સ્ટાઈરિસ, બ્રેટ લી અને સંજોગ ગુપ્તાને પણ ટ્વીટમાં ટેગ કર્યા.
તેમણે તસવીરની સાથે મેસેજમાં લખ્યું, “તો તમારામાંથી કેટલાકને જ ખબર પડી બાકીના લોટો અટકળો લગાવતા રહ્યા. વિતેલા પાંચ વર્ષથી સ્ટાર સ્પોર્ટ્સમાં સામેલ મારા પરિવારે મને મોટી ઈવેન્ટ્સમાં કામ કરવાની તક આપી. ત્યાં સુધી કે જ્યારે મને તેની સૌથી વધારે જરૂરત હતી ત્યારે તેમણે મને સપોર્ટ કરી. તેમણે તમામ એડજસ્ટમેન્ટ્સ કર્યા જેથી હું આરામથી એન્કરિંગ કરતી રહૂ, જ્યાં સુધી હું 20 સપ્તાહ (અંદાજે 5 મહિના) હતી. જો આઈપીએલ સમય પર યોજાઈ હોત તો આમ કરતી રહેત. હું અને સ્ટુઅર્ટ અંદાજે છ સપ્તાહ પહેલા જ એક દીકરીના માતા પિતા બન્યા છીએ. જીવન બદલાઈ ગઈ છે.” લોકો સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીન બન્નેને અભિનંદન પાઠવી રહ્યા છે.So I’m going to love watching the IPL @StarSportsIndia all the best to the team 😁 @jatinsapru @suhailchandhok @cricketaakash @SanjanaGanesan @ProfDeano @scottbstyris @BrettLee_58 @Sanjog_G and the full gang!! pic.twitter.com/fZVk0NUbTi
— Mayanti Langer Binny (@MayantiLanger_B) September 18, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement