શોધખોળ કરો
ભારતની મજાક ઉડાવનારા કયા ખેલાડીએ કહ્યું કે વૉશિંગટન સુંદરને બૉલર નહીં બેટ્સમેન તરીકે રમાડો, જાણો કયા નંબરે મોકલવાની આપી સલાહ
નોંધનીય છે કે, ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં વૉશિંગટન સુંદરે જબરદસ્ત પરફોર્નસ આપીને ટીમ ઇન્ડિયાને જીત અપાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. આ અગાઉ ઓસ્ટ્રેલિયા સીરીઝમાં પણ સુંદરના પરફોર્મન્સે તમામને ચોંકાવી દીધા હતા
![ભારતની મજાક ઉડાવનારા કયા ખેલાડીએ કહ્યું કે વૉશિંગટન સુંદરને બૉલર નહીં બેટ્સમેન તરીકે રમાડો, જાણો કયા નંબરે મોકલવાની આપી સલાહ michael vaughan praises to washington sundar batting style ભારતની મજાક ઉડાવનારા કયા ખેલાડીએ કહ્યું કે વૉશિંગટન સુંદરને બૉલર નહીં બેટ્સમેન તરીકે રમાડો, જાણો કયા નંબરે મોકલવાની આપી સલાહ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/07163526/Sundar-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(ફાઇલ તસવીર)
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝ રમાઇ, પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ટીમ ઇન્ડિયાએ જબરદસ્ત વાપસી કરતા બાકીની ત્રણેય ટેસ્ટમાં ઇંગ્લિશ ટીમ પસ્ત કરી દીધી અને સીરીઝ 3-1થી પોતાના નામે કરી લીધી હતી. ભારતની આ મજબૂત વાપસી અને પરફોર્મન્સ જોઇને ઇંગ્લેન્ડનો પૂર્વ કેપ્ટન માઇકલ વૉન પ્રસંશા કરવા લાગ્યો છે. આમ તો માઇકલ વૉન ટીમ ઇન્ડિયાની અવારનવાર ટીમ ઇન્ડિયાની કોઇને કોઇ મુદ્દે મજાક ઉડાવતો રહે છે. પરંતુ આ વખતે તેને યુવા ખેલાડી વૉશિંગટન સુંદરની બેટિંગે પ્રભાવિત કર્યો છે.
વૉને યુવા ઓલરાઉન્ડર વૉશિંગટન સુંદરની પ્રસંશા કરતા કહ્યું કે તે એક ખેલાડી તરીકે ટૉપ સિક્સમાં એક બેટ્સમેન તરીકે પણ રમી શકે છે. પૂર્વ કેપ્ટન વૉને સુંદરની બેટિંગને લઇને કહ્યું કે, ભારતીયની ટીમ ખરેખરમાં બેસ્ટ યુવા ટીમ છે,
વૉને કહ્યું સુંદરની ટેકનિક બિલકુલ બેટ્સમેનો જેવી છે, તેનુ ડિફેન્સ સૉલિડ છે, તેની સ્પિન બૉલિંગને છોડી દેવામાં પણ જો આવે તો તે એક બેટ્સમેન તરીકે તેની જગ્યા ટૉપ 6માં બને છે.
નોંધનીય છે કે, ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં વૉશિંગટન સુંદરે જબરદસ્ત પરફોર્નસ આપીને ટીમ ઇન્ડિયાને જીત અપાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. આ અગાઉ ઓસ્ટ્રેલિયા સીરીઝમાં પણ સુંદરના પરફોર્મન્સે તમામને ચોંકાવી દીધા હતા.
(ફાઇલ તસવીર)
![ભારતની મજાક ઉડાવનારા કયા ખેલાડીએ કહ્યું કે વૉશિંગટન સુંદરને બૉલર નહીં બેટ્સમેન તરીકે રમાડો, જાણો કયા નંબરે મોકલવાની આપી સલાહ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/07163540/Sundar-02-300x158.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)