WPL 2023: વુમન્સ પ્રીમિયર લીગમાં મુંબઇ ઇન્ડિયન્સની પ્રથમ હાર, યુપી વોરિયર્સે પાંચ વિકેટથી હરાવ્યું
આજે મહિલા પ્રીમિયર લીગમાં યુપી વોરિયર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઇ હતી
MIW vs UPW: આજે મહિલા પ્રીમિયર લીગમાં યુપી વોરિયર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને ટૂર્નામેન્ટની પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો. યુપી વોરિયર્સને મેચ જીતવા માટે 128 રનનો ટાર્ગેટ મળ્યો હતો. યુપી વોરિયર્સની ટીમે રોમાંચક મેચમાં 19.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ ટુર્નામેન્ટમાં મુંબઈ ઈન્ડિયન્સની આ પહેલી હાર છે. જ્યારે યુપી વોરિયર્સે જીત બાદ પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે.
4⃣4⃣ and O.U.T!
— Women's Premier League (WPL) (@wplt20) March 18, 2023
Amelia Kerr gets Grace Harris!
Has the game shifted back in #MI's favour?
Follow the match ▶️ https://t.co/6bZ3042C4S #TATAWPL | #MIvUPW pic.twitter.com/EffWg8mUKl
યુપી વોરિયર્સને 128 રનનો ટાર્ગેટ મળ્યો હતો
આ પહેલા યુપી વોરિયર્સની કેપ્ટન એલિસા હીલીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 20 ઓવરમાં 127 રન બનાવ્યા હતા. આ રીતે યુપી વોરિયર્સને જીતવા માટે 128 રનનો ટાર્ગેટ મળ્યો હતો. યુપી વોરિયર્સ તરફથી ગ્રેસ હેરિસે સૌથી વધુ રન બનાવ્યા હતા. ગ્રેસ હેરિસે 28 બોલમાં 39 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 7 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય તાહિલા મેકગ્રાએ 25 બોલમાં 38 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. અમીલા કેરે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સૌથી વધુ 2 વિકેટ લીધી હતી.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર યાસ્તિકા ભાટિયા 15 બોલમાં 7 રન બનાવીને આઉટ થઇ હતી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઓપનર હેલી મેથ્યુઝે 30 બોલમાં સૌથી વધુ 35 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 1 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ સિવાય ઈસાક વોંગે 19 બોલમાં 32 રનની ઈનિંગ રમી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌરે 22 બોલમાં 25 રનનું યોગદાન આપ્યું હતું.
હરમનપ્રીત કૌરનો શાનદાર કેચ
મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌર અત્યાર સુધી બેટથી શાનદાર ફોર્મમાં છે. આ મેચમાં તેણે ફિલ્ડિંગમાં પણ કૌશલ્ય બતાવ્યું હતું. મુંબઈને પહેલી સફળતા બીજી ઓવરમાં દેવિકા વૈદ્યના રૂપમાં મળી હતી. હરમન સ્લિપમાં ફિલ્ડિંગ કરી રહી હતી. દેવિકાનો બોલ બેટને અડીને વિકેટકીપર અને સ્લિપની વચ્ચે ગયો હતો. દરમિયાન હરમનપ્રીત કૌરે જમણી તરફ કૂદકો મારી એક હાથથી કેચ પકડ્યો હતો