શોધખોળ કરો

Mohammad Amir: ટીમ ઈન્ડિયા સેમિફાઇનલમાં પહોંચી તો મોહમ્મદ આમીરના પેટમાં રેડાયું તેલ, ભારત સામે ઓક્યું ઝેર

Mohammad Amir:મોહમ્મદ આમીરે ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. તેણે સંજુ સેમસનની ખૂબ પ્રશંસા કરી, પરંતુ અન્ય ખામીઓ પણ દર્શાવી.

Mohammad Amir On Indian Team: પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર મોહમ્મદ આમિરે (Mohammad Amir) જે ભવિષ્યવાણી કરી હતી તેમાં તેમને પછડાટ ખાવી પડી છે. આમિરે કહ્યું હતું કે ભારતીય ટીમ સેમીફાઈનલ માટે ક્વોલિફાય નહીં કરે, પરંતુ તેનાથી બિલકુલ ઉલટું થયું. સંજુ સેમસને વેસ્ટ ઈન્ડિઝ સામે સુપર-8 ના છેલ્લા મુકાબલામાં 97* રનની શાનદાર ઇનિંગ રમીને 196 રનના લક્ષ્યનો પીછો કર્યો અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી સેમીફાઈનલમાં પહોંચાડી.

હવે ભારત સેમીફાઈનલમાં પહોંચ્યા બાદ આમિરની ફરી પ્રતિક્રિયા સામે આવી છે. આ વખતે પણ તેમણે ભારત સામે ઝેર ઓકતા કહ્યું કે ટીમ ઈન્ડિયા સારું ક્રિકેટ રમી રહી નથી. આ સિવાય આમિરે ટીમની ફીલ્ડિંગ પર પણ સવાલો ઉભા કર્યા હતા. જોકે તેમણે સંજુ સેમસનના પેટ ભરીને વખાણ કર્યા હતા.

સંજુ સેમસનના કર્યા ભરપૂર વખાણ

એક કાર્યક્રમમાં વાત કરતા આમિરે કહ્યું કે સંજુ સેમસને તેના જીવનની સૌથી શ્રેષ્ઠ ઇનિંગ રમી. મેં તેની આઈપીએલ અને અન્ય ઇનિંગ્સ જોઈ છે, પરંતુ 'કરો યા મરો' મેચમાં આ ખાસ ઇનિંગ હતી. સંજુએ 196 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે 50 બોલમાં 97* રન કર્યા. તે સમયે દબાણ ઘણું હતું અને મેદાન પર 65 હજારથી વધુ પ્રેક્ષકો હાજર હતા.

ટીમ ઈન્ડિયા સારું ક્રિકેટ નથી રમી રહી

આમિરનું કહેવું છે કે એક ઇનિંગ ટીમની ખામીઓને છુપાવી શકતી નથી. તેમણે કહ્યું કે ક્રિકેટના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો ટીમ ઈન્ડિયા સારું ક્રિકેટ રમી રહી નથી. તેમની ફીલ્ડિંગ જુઓ, ત્રણ-ચાર કેચ છોડવામાં આવ્યા. બુમરાહ સિવાય બાકીના બોલરોને માર પડી રહ્યો છે અને ટીમ એક બોલરના ભરોસે રમી રહી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા આમીર અભિષેક શર્માને લઈ વિવાદીત નિવેદન આપી ચૂક્યો છે. તેને લઈને પણ ભારે વિવાદ થયો હતો. હવે ફરીએક વારે તેણે વિવાદિત નિવેદન આપ્યું છે.           

સેમીફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે ટક્કર

ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટની બીજી સેમીફાઈનલ મેચ ઇંગ્લેન્ડ સામે 05 માર્ચ, ગુરુવારના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમશે. 2022 ના ટી20 વર્લ્ડ કપમાં પણ ભારત અને ઇંગ્લેન્ડની ટીમો સેમીફાઈનલમાં એકબીજાની સામે હતી. તે મેચમાં ઇંગ્લેન્ડે જીત મેળવી હતી. હવે જોવું રસપ્રદ રહેશે કે આ વખતે સેમીફાઈનલમાં કઈ ટીમ બાજી મારે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Embed widget