T20 World Cup માટે મોહમ્મદ કૈફે પસંદ કરી ટીમ, રિંકુ સિંહની જગ્યાએ આ ખેલાડી પર બતાવ્યો ભરોશો
Mohammad Kaif Picks Indian squad for T20 WC: IPL પછી, ભારતીય ખેલાડીઓ T20 વર્લ્ડ કપ માટે રવાના થશે. T20 વર્લ્ડ કપનું આયોજન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની ધરતી પર થવાનું છે. ભારતીય ટીમ પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત આયર્લેન્ડ સામે કરશે.
Mohammad Kaif Picks Indian squad for T20 WC: IPL પછી, ભારતીય ખેલાડીઓ T20 વર્લ્ડ કપ માટે રવાના થશે. T20 વર્લ્ડ કપનું આયોજન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની ધરતી પર થવાનું છે. ભારતીય ટીમ પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત આયર્લેન્ડ સામે કરશે. પરંતુ આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમ કેવી હશે? ભારતીય ટીમમાં કયા ખેલાડીઓનો સમાવેશ થશે? આ અંગે સતત અટકળો ચાલી રહી છે, પરંતુ આ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે ભારતની સંભવિત 15 સભ્યોની ટીમની પસંદગી કરી છે. પૂર્વ ક્રિકેટરે આ ટીમમાં ઘણા મોટા ખેલાડીઓને સામેલ કર્યા ન હતા.
મોહમ્મદ કૈફે આ ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો...
વાસ્તવમાં મોહમ્મદ કૈફે રિંકુ સિંહ, સંજુ સેમસન અને શુભમન ગિલને પોતાની ટીમમાં સામેલ કર્યા ન હતા. તેણે ઓપનર તરીકે રોહિત શર્મા સાથે યશસ્વી જયસ્વાલની પસંદગી કરી. જ્યારે ઋષભ પંતને વિકેટકીપર-બેટ્સમેન તરીકે તેની ટીમનો ભાગ બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા જેવા બેટ્સમેનોની પસંદગી કરવામાં આવી હતી. મોહમ્મદ કૈફે કહ્યું કે હું ઘણા બધા ઓલરાઉન્ડર રાખીશ કારણ કે તમારે બેટિંગમાં ઊંડાણની જરૂર છે. તેથી, હું કહીશ કે હું અક્ષર પટેલને નંબર 7 પર અને રવીન્દ્ર જાડેજાને 8મા નંબર પર જોવા માંગુ છું. મોહમ્મદ કૈફે આ ટીમમાં રિંકુ સિંહનો સમાવેશ કર્યો નથી. તેણે રિંકુ સિંહ કરતાં રિયાન પરાગને પ્રાધાન્ય આપ્યું.
આ પછી પૂર્વ ભારતીય ક્રિકેટરે કુલદીપ યાદવને પોતાની ફેવરિટ ટીમનો હિસ્સો બનાવ્યો. જ્યારે જસપ્રીત બુમરાહની સાથે ફાસ્ટ બોલર તરીકે અર્શદીપ સિંહની પસંદગી કરવામાં આવી હતી. ઉપરાંત, મોહમ્મદ કૈફનું માનવું છે કે લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ સિવાય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આ T20 વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળવું જોઈએ. જો કે, નવાઈની વાત એ છે કે, કૈફે સારા ફોર્મમાં જણાતા ઈશાન કિશ અને સંજુ સેમસનને સ્થાન આપ્યું નથી.
મોહમ્મદ કૈફે આ ખેલાડીઓને આપ્યું સ્થાન
યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, શિવમ દુબે, રિયાન પરાગ અને મોહમ્મદ સિરાજ.