6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન
શ્રીલંકા સામેની મેચમાં અફઘાનિસ્તાને મેદાનમાં તોફાન મચાવ્યું હતું. મોહમ્મદ નબીએ ધમાકેદાર ઇનિંગ રમી અને અડધી સદી ફટકારી હતી.

AFG vs SL Asia Cup 2025: શ્રીલંકા સામેની મેચમાં અફઘાનિસ્તાને મેદાનમાં તોફાન મચાવ્યું હતું. મોહમ્મદ નબીએ ધમાકેદાર ઇનિંગ રમી અને અડધી સદી ફટકારી હતી. શ્રીલંકા સામે આ બેટ્સમેને છ સિક્સર ફટકારી હતી. મોહમ્મદ નબીએ 22 બોલમાં 60 રનની ધમાકેદાર ઇનિંગ રમી અને અફઘાનિસ્તાનનો સ્કોર 169 સુધી પહોંચાડ્યો હતો. મોહમ્મદ નબીએ શ્રીલંકાની સામે વિસ્ફોટક ઈનિંગ રમી હતી.
મોહમ્મદ નબીની તોફાની ઇનિંગ રમી
અફઘાનિસ્તાને શરૂઆતમાં જ ઝડપથી વિકેટ ગુમાવી દીધી હતી . શ્રીલંકાએ 79 રનના સ્કોર પર છ વિકેટ ઝડપી લીધી હતી. ત્યારબાદ કેપ્ટન રાશિદ ખાન અને મોહમ્મદ નબીએ ઇનિંગને સ્થિર કરી અને તેમની વચ્ચે 35 રનની ભાગીદારી કરી.
Mr. President! Just WOWWW! 👏👏@MohammadNabi007 has set the Zayed Cricket Stadium on Fire and brought up a cracking half-century against Sri Lanka, the joint quickest in T20Is for Afghanistan off just 20 deliveries. 👊👏#AfghanAtalan | #AsiaCup2025 |… pic.twitter.com/PBCS0yULlw
— Afghanistan Cricket Board (@ACBofficials) September 18, 2025
18મી ઓવરના અંત સુધીમાં મોહમ્મદ નબીએ 10 બોલમાં માત્ર 14 રન બનાવ્યા હતા. ત્યારબાદ, 19મી ઓવરમાં નબીએ હાથ ખોલ્યા અને 19મી ઓવરના પહેલા ત્રણ બોલમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા. નબીએ નૂર અહેમદ સાથે મળીને 19મી ઓવરમાં 17 રન બનાવ્યા. આ દરમિયાન, 20મી ઓવરમાં શ્રીલંકાના બોલરો મોહમ્મદ નબીને રોકવામાં નિષ્ફળ રહ્યા. આ ખેલાડીઓ ઉપરા ઉપરી પાંચ સિક્સર ફટકારી અને ઇનિંગ્સના છેલ્લા બોલ પર આઉટ થયો હતો.
શ્રીલંકાએ 20મી ઓવરમાં 32 રન આપ્યા. અંતિમ ઓવરની શરૂઆતમાં મોહમ્મદ નબી સ્ટ્રાઇક પર હતા. પહેલા ત્રણ બોલમાં ત્રણ છગ્ગા ફટકારવામાં આવ્યા, ત્યારબાદ નો-બોલ આપવામાં આવ્યો. ત્યારબાદ નબીએ ચોથા અને પાંચમા બોલ પર સિક્સર ફટકારી. બધાને આશા હતી કે મોહમ્મદ નબી છ બોલમાં છ છગ્ગા ફટકારશે, પરંતુ તે છેલ્લા બોલ પર સિક્સર ચૂકી ગયો.
શ્રીલંકાને જીતવા 170 રનનો લક્ષ્યાંક આપ્યો
અફઘાનિસ્તાને શ્રીલંકા માટે 170 રનનો લક્ષ્યાંક આપ્યો છે. હવે, જો અફઘાનિસ્તાન એશિયા કપના સુપર ફોર માટે ક્વોલિફાય થવા માંગે છે, તો તેમણે શ્રીલંકાને 20 ઓવરમાં 170 રન સુધી મર્યાદિત રાખવું પડશે. આજે અબુ ધાબીમાં એશિયા કપ 2025ના 11મા મુકાબલામાં અફઘાનિસ્તાન અને શ્રીલંકા એકબીજા સામે રમી રહ્યા છે. રાશિદ ખાનની આગેવાની હેઠળની અફઘાન ટીમ માટે આ કરો યા મરો જેવી મેચ છે.




















