(Source: ECI/ABP News/ABP Majha)
India Captain: શુભમન ગિલની કેપ્ટનશિપ પર સવાલ, પહેલા અમિત મિશ્રાએ ઉઠાવ્યો વિવાદ; હવે શમીએ મહત્વનું નિવેદન આપ્યું છે
Mohammed Shami on Shubhman Gill Captaincy: શુભમન ગિલને કેપ્ટન અને હવે વાઈસ કેપ્ટન બનાવવા પર મોહમ્મદ શમીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
Mohammed Shami on Shubhman Gill Captaincy: શુભમન ગિલની કેપ્ટનશીપને લઈને ક્રિકેટ જગત બે જૂથમાં વહેંચાયેલું છે. થોડા દિવસો પહેલા અમિત મિશ્રાનું શુભમનને કેપ્ટનશિપ આપવા અંગેનું નિવેદન ચર્ચાનો વિષય બન્યું હતું. મિશ્રાએ એક કેપ્ટન તરીકે ગિલની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા. આ દરમિયાન, શુભમન ગિલને શ્રીલંકા પ્રવાસ માટે ભારતના વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પણ ગિલની કેપ્ટનશિપ પર મોટું નિવેદન આપ્યું છે.
ઉપરથી શીખીને કોઈ આવતું નથી
તમને જણાવી દઈએ કે IPL 2024માં મોહમ્મદ શમી પણ શુભમન ગિલની કેપ્ટન્સીમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમ્યો હતો. શમીએ શુભમન ગિલની કેપ્ટનશીપ પર કહ્યું કે, "તેણે IPLમાં પણ કેપ્ટનશિપ કરી છે અને ઉપરથી કોઈ આ બધું શીખતું નથી. ગિલે આઈપીએલની સિઝનમાં સારી કેપ્ટનશિપ કરી હતી, પરંતુ જો ટીમના ખેલાડીઓ સારૂ પ્રદર્શન કરી શકતા નથી તો કેપ્ટનને દોષ આપી શકાય નહીં. તેને આઈપીએલ માં સારી કેપ્ટનશીપ કરી છે.
શમીએ એમ પણ કહ્યું કે ટીમમાં ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ છે, પરંતુ સૌથી મહત્વની ભૂમિકા વિકેટકીપરની છે. શમીનું કહેવું છે કે વિકેટકીપર કેપ્ટને સૌથી વધુ સફળતા એટલા માટે હાંસલ કરી છે કારણ કે તેઓ મેદાન પર તમામ સ્થિતિ જોઈ શકે છે.
અમિત મિશ્રાના નિવેદનને લઈને કેમ થયો વિવાદ?
થોડા દિવસો પહેલા અમિત મિશ્રાએ એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે જો તે ભારતીય ટીમની પસંદગી કરી રહ્યો હોત તો તે ક્યારેય શુભમન ગિલને કેપ્ટન ન બનાવત. મિશ્રાએ કહ્યું કે ગિલને કેપ્ટન્સીનો કોઈ ખ્યાલ નથી અને તેણે આઈપીએલમાં પણ નકામી કેપ્ટનશિપ કરી. આ મુદ્દે જ વિવાદ સર્જાયો હતો. કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું કે મિશ્રા લાઈમલાઈટમાં આવવા માટે આ બધું કહી રહ્યા છે. મિશ્રાના આ નિવેદને ક્રિકેટ જગતમાં ઘણા વિવાદો ઊભા કર્યા છે.
હવે આગામી ભારતની ટુર શ્રીલંકા સામે છે જેમાં ટી20 સીરિઝમાં સુર્યકુમાર યાદવને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અગાઉ 2023માં તેને ઓસ્ટ્રેલીયા અને દક્ષિણ આફ્રિકા સામે કેપ્ટનની જવાબદારી સંભાળી હતી. અને તેની કેપ્ટનશીપ દરમીયાન ભારતીય ટીમે સારું પ્રદર્શન આપ્યું હતું. હવે આગમી શ્રીલંકા સામે પણ સુર્યકુમાર ફરીવાર કેપ્ટનની જવાબદારી નિભાવશે અને શુભમન ગિલ વાઇસ કેપ્ટન તરીકેની જવાબડરી સંભાળશે.