Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?
Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?
નવરાત્રિના માં શેરી અને જાહેર ચોકમાં થતા ગરબાઓ હવે માત્ર નાના ગામડાઓ પૂરતા સીમિત થઈ ગયા છે મોટા શહેરમાં તો માસ મોટા આયોજન થાય છે જેને પાર્ટી પ્લોટનું રૂપાળું નામ અપાઇ છે માતાજી ની ભક્તિ ને સ્તુતિ માટેના આયોજન ને પાર્ટી નું લેબલ લાગ્યું છે અને તેની પાછળ પાછળ ચોર પગલે પ્રવેશ્યા અનેક દુષણો ...શેરી કે સોસાયટીમાં થતા ગરબા ઓમાં નાત જાતના કોઈ ભેદભાવ હોતા નથી પણ હવે માત્ર અમુક સમાજના સદસ્યો ને જ પ્રવેશ મળી શકે તેવા આયોજનો થાય છે ખોબા જેવડા અમરેલી ને પણ તેનો ચેપ લાગ્યો છે...ધાર્મિક તહેવારો સમાજને જોડવા ને બદલે તેના લીધે સમાજમાં અલગ અલગ ચોકા ઊભા થયા તો તેનાથી મોટી કમ નસીબી કંઈ હોય શકે પાટી શબ્દમાં અનેક દુષણો પ્રવેશી ચૂક્યા છે તે એક પરિવર્તન હતું હવે બીજું પરિવર્તન આવેલ છે અમુક સમાજના આયોજન થઈ રહ્યા છે તેમાં એજ સમાજના લોકો ને પ્રવેશ મળે છે જ્ઞાતિ જાતિના મુદ્દાઓ ઉપર રાજકીય લોકો લડી રહ્યા છે રાજકીય પક્ષો એ ભેદભાવ કરી રહ્યા છે ઉમેદવારની પસંદગીમાં હોય છે ત્યારે આ વાત ધાર્મિક તહેવારો માં આવી છે તહેવારો હેતુ સમાજને જોડવાનો હેતુ હોય છે તહેવારોની અલગ અલગ ઉજવણી ના કારણે સમાજમાં ચોકા પડે છે દેશમાં હિન્દુ સમાજ ની એકતા ની વાત કરવામાં આવે છે ત્યારે જ્ઞાતિ વચ્ચે અંતર વધતું જાય છે.
છેલ્લા કેટલાક સમયથી મોટા શહેરોમાં નવરાત્રિ દરમિયાન શેરી ગરબાઓની સંખ્યા ઘટી રહી છે અને પાર્ટી પ્લોટમાં થતા આયોજનો વધી રહ્યા છે. હવે તો અલગ અલગ જ્ઞાતિઓના ગરબાઓનું પણ આયોજન થવા લાગ્યા છે. આ પ્રકારના આયોજનો અમરેલી જેવા નાના શહેરોમાં પણ વધતા ભાજપ નેતા ડો. ભરત કાનાબારે સોશિયલ મીડિયા પર ચિંતા વ્યકત કરી છે. ડો. કાનાબારે કહ્યું છે કે, ધાર્મિક તહેવારો સમાજને જોડવા માટે હોય છે. જો તહેવારોથી સમાજના અલગ અલગ ચોંકા ઉભા થાય તો શું કહેવું?
ડો. ભરત કાનાબારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર લખ્યું છે કે, નવરાત્રીમાં શેરી અને જાહેર ચોકમાં થતા ગરબાઓ હવે માત્ર નાના ગામડાઓ પૂરતા સીમિત થઈ ગયા છે. મોટા શહેરમાં તો મસમોટા આયોજનો થાય છે જેને પાર્ટી પ્લોટનું રૂપાળુ નામ અપાય છે. માતાજીની ભક્તિને સ્તુતિ માટેના આયોજનનો પાર્ટીનું લેબલ લાગ્યું અને તેની પાછળ પાછળ ચોર પગલે પ્રવેશ્યા અનેક દુષણો ! શેરી કે સોસાયટીમાં થતા ગરબાઓમાં નાતજાતના કોઈ ભેદભાવ હોતા નથી પણ હવે માત્ર અમુક જ્ઞાતિના સદસ્યોને જ પ્રવેશ મળી શકે તેવા આયોજનો થાય છે ખોબા જેવડા અમરેલીને પણ તેનો ચેપ લાગ્યો છે. ધાર્મિક તહેવારો સમાજને જોડવાને બદલે તેના લીધે સમાજમા અલગ અલગ ચોંકા ઉભા થાય તો તેનાથી મોટી કમનસીબી કય હોય શકે?
ટ્વીટ મુદ્દે સમગ્ર મામલે અમરેલી ભાજપ નેતા ડોકટર ભરત કાનાબારનો સંપર્ક કરતા કહ્યું હતું કે, અમરેલીમાં અલગ અલગ જ્ઞાતિના લોકો નવરાત્રિનું આયોજનનો કરે છે. તહેવારમાં સમાજની એકતા વધવી જોઈએ નવરાત્રી તહેવાર સમાજને જોડવાનો વિષય છે. જ્યારે ઉજવણીના કારણે અલગ અલગ ચોંકા ઉભા થાય છે તે મોટામાં મોટી કમનસીબી છે.