શોધખોળ કરો

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો

Shankaracharya Swami Avimukteshwaranand: સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે PM મોદી છેલ્લા 16 વર્ષથી દેશની સત્તા પર છે, તો શું કારણ છે કે ગૌ હત્યા પર રોક લગાવવામાં વિલંબ થઈ રહ્યો છે.

Shankaracharya Swami Avimukteshwaranand: ઉત્તરાખંડ સ્થિત જ્યોતિષ પીઠ (જ્યોતિર્મઠ)ના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. મંગળવારે (17 સપ્ટેમ્બર) તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે મોટી વાત કહી છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદીના જન્મદિવસ વિશે કહ્યું કે અંગ્રેજી તારીખથી જે કોઈ વ્યક્તિ પોતાનો જન્મદિવસ ઉજવે છે, અમે તેને હિન્દુ નથી માનતા, કારણ કે, હિન્દુઓના દેવી દેવતાઓની અંગ્રેજી તારીખથી જન્મતિથિ નથી બનાવવામાં આવતી.

ન્યૂઝ તકને આપેલા ઇન્ટરવ્યૂમાં (જ્યોતિર્મઠ)ના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, 'અંગ્રેજોની તારીખથી જે કોઈ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે, કાં તો તેમની માતા અંગ્રેજ હશે અથવા તો પિતા અંગ્રેજ હશે. એટલે અમે અંગ્રેજી તારીખથી ઉજવનારા લોકોને ન તો શુભેચ્છાઓ આપીએ છીએ અને ન તો કોઈ ચર્ચા કરીએ છીએ.’

PM મોદી ગૌ હત્યા પર કેમ નથી લગાવતા રોક?

ગૌ હત્યા પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, 'અમારે ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક જ સવાલ પૂછવો છે, "તમે હિન્દુ છો..તમારી પાસે તાકાત છે અને તમે ગાદી પર બેઠા છો. તમે હિન્દુઓના મત લીધા છે. તમે ગાયના વાછરડાને વહાલ કરતા પણ દેખાઈ રહ્યા છો. છતાં શું કારણ છે કે PM ગૌ હત્યાને બંધ નથી કરાવતા. શું દબાણ છે તે જાહેર કરો. અથવા તો હિન્દુ હિન્દુ વાળા નાટક છોડો."

ગૌ હત્યા મામલે કેમ વિલંબ કરી રહી છે મોદી સરકાર?

સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે BJP છેલ્લા 16 વર્ષથી દેશની સત્તા પર છે, જેમાં પૂર્વ PM અટલ બિહારી વાજપેયીનો કાર્યકાળ પણ સામેલ છે. તો શું કારણ છે કે ગૌ હત્યા મામલે વિલંબ કરી રહ્યા છો. હું PM મોદીને પૂછવા માગું છું અને આનો જવાબ વડાપ્રધાને હિન્દુ જનતા સમક્ષ આપવો જોઈએ.

રાહુલ ગાંધીની જાતિ ગણતરીની માંગ પર શું બોલ્યા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ?

ઇન્ટરવ્યૂ દરમિયાન રાહુલ ગાંધીની જાતિ ગણતરીની માંગ પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, 'દેશમાં જાતિ ગણતરી થવી અને ન થવી બંને જ નકામી વાતો છે, પરંતુ, જાતિ ગણતરી થવી જોઈએ, પણ તેનું રાજકીયકરણ ન થવું જોઈએ.

આ પણ વાંચોઃ

પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી, પરિવારજનોએ કરી તોડફોડ

Khyati Hospital Live Update: બે દર્દીના મૃત્યુ બાદ  હોસ્પિટલનો સ્ટાફ  રવાના, ડોક્ટર્સ ભૂગર્ભમાં, પરિજનોમાં આક્રોશ

Champions trophy 2025: ICC પાકિસ્તાનને આપી શકે છે ઝટકો, આ દેશમાં ચેમ્પિયન્સ ટ્રોફી કરાવવાની તૈયારી: રિપોર્ટ

અમેરિકામાં દર વર્ષે કેટલા લોકોને ગ્રીન કાર્ડ મળે છે? જાણો આમાં ભારતીયોની સંખ્યા કેટલી છે

ABP Premium

વિડિઓઝ

Surat Earthquake :  ઉમરપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકોKhyati Hospital Incident : દર્દીઓના મોત બાદ ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી પર આરોગ્યમંત્રીનું મોટું નિવેદનJammu And Kashmir Snowfall : જમ્મુ-કશ્મીરમાં સિઝનની પહેલી હીમવર્ષા, વાહન વ્યવહાર ખોરવાયોAhmedabad Wife Suicide : પતિ ચારિત્ર્ય પર શંકા રાખતો હોવાથી કંટાળેલી પત્નીએ કરી લીધો આપઘાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી, પરિવારજનોએ કરી તોડફોડ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી, પરિવારજનોએ કરી તોડફોડ
Khyati Hospital Live Update: બે દર્દીના મૃત્યુ બાદ  હોસ્પિટલનો સ્ટાફ  રવાના, ડોક્ટર્સ ભૂગર્ભમાં, પરિજનોમાં આક્રોશ
Khyati Hospital Live Update: બે દર્દીના મૃત્યુ બાદ હોસ્પિટલનો સ્ટાફ રવાના, ડોક્ટર્સ ભૂગર્ભમાં, પરિજનોમાં આક્રોશ
Champions trophy 2025: ICC પાકિસ્તાનને આપી શકે છે ઝટકો, આ દેશમાં ચેમ્પિયન્સ ટ્રોફી કરાવવાની તૈયારી: રિપોર્ટ
Champions trophy 2025: ICC પાકિસ્તાનને આપી શકે છે ઝટકો, આ દેશમાં ચેમ્પિયન્સ ટ્રોફી કરાવવાની તૈયારી: રિપોર્ટ
અમેરિકામાં દર વર્ષે કેટલા લોકોને ગ્રીન કાર્ડ મળે છે? જાણો આમાં ભારતીયોની સંખ્યા કેટલી છે
અમેરિકામાં દર વર્ષે કેટલા લોકોને ગ્રીન કાર્ડ મળે છે? જાણો આમાં ભારતીયોની સંખ્યા કેટલી છે
Chrome યુઝર્સ માટે સરકારે જાહેર કરી ચેતવણી, અનેક વર્ઝનમાં છે સિક્યોરિટી રિસ્ક

Astro  Tips:  ગણેશજી સમક્ષ આ ચીજ કરો અર્પણ, કામનાની પૂર્તિ સાથે ધનમાં થશે વૃદ્ધિ

Cyclone: બંગાળની ખાડીમાં મંડરાઇ રહ્યો છે ચક્રવાતનો ખતરો, આ રાજ્યમાં વરસાદનું એલર્ટ

Vadodara: વડોદરાની IOCLમાં લાગેલી આગ કાબૂમાં, બેના મોત, ત્રણ લોકો ઈજાગ્રસ્ત

Embed widget