Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?
Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?
ભાજપના નેતા અને પૂર્વમંત્રી જવાહર ચાવડાનો વર્ષ 2019નો વધુ એક પત્ર વાયરલ થયો છે. ભાજપમાં પ્રવેશ બાદ જવાહર ચાવડાએ 2019માં માણાવદર વિધાનસભા બેઠકથી પેટા ચૂંટણી લડી હતી. જે ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લા ભાજપના નેતા કિરિટ પટેલ, દિનેશ ખટાર્યા, જેઠા પાનેરા અને ટીનું ફરદુએ હરાવવા પ્રયાસ કર્યાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. આ મુદ્દે ભાજપના નેતા દિનેશ ખટાર્યાએ જવાબ આપ્યો અને ચૂંટણી 2024ની ચૂંટણીમાં જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાનો આરોપ લગાવ્યો. સાથે જ મવડી મંડળમાં તેમની ફરિયાદ ન કરતા હોવાની વાત કરી.
''ઇલેક્શનની અંદર મનસુખભાઈ માંડવિયાની વિરુદ્ધ અને અરવિંદભાઈ લાડાણીની વિરુદ્ધ સરે જાહેર કામ કર્યું. પોતાની નૂતન જીનંગ ફેક્ટરીની અંદર મીટિંગ બોલાવી. એના વિડીયો વાયરલ થયા. એનો દીકરો ખુદ એમ કે છે, રાજભાઈ એમ કે છે કે મારા પપ્પા એટલે જવાહરભાઈનો બદલો આપણે લેવાનો છે અને અરવિંદ લાદાણીને એન કેન પ્રકારે આપણે હરવવાના છે. અરવિંદભાઈને અને મનસુખભાઈને વિધાનસભા માણાવદરમાંથી વધારેમાં વધારે ભાજપને જાય એના માટેના એને ખુલ્લે આમ પ્રયત્ન કર્યા છે ને અમે હવસાક્ષી છીએ. પણ અમે અને અમારા તમામ કાર્યકર્તાએ, હું માણાવદર વિધાનસભાના ઇન્ચાર્જ તરીકેની મને પ્રદેશ મૌડી મંડળે જવાબદારી સોપેલી હતી કે અરવિંદભાઈ લાડાણીને નહી પણ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર હોય, અરવિંદભાઈ લાડાણી કે મનસુખભાઈ માંડવિયા, કમળના નિશાન ઉપર વધારે મત મળે એના માટેની મને પાર્ટીએ જવાબદારી હોપી અને 31 જેવી સરસાઈથી અરવિંદભાઈ લાડાણી જીતા અને જવાહરભાઈ અને એમના પરિવારે ખુલ્લે આમ કામ કર્યું છે તો હું સાક્ષી છું અને મૌડી મંડળને તો અમે એટલા માટે રજૂઆત નથી કરતા કે હવે દાખલા તરીકે ભાજપને ઉપર કહીને આને સસ્પેન્ડ કરે કે ન કરે નથી અમને હું ફેર પડે. હજારો કાર્યકર્તાના દિલમાંથી જે માણસ ઉતરી જાય, હજારો એક પણ કાર્યકર્તા જેને સલામી નથી કરતો, એક પણ કાર્યકર્તા જેની બંગલે ફિલ્ડીંગ ભરવા નથી જાતો, જેને પોતે જે ભારતીય જનતા પક્ષનો મારો એક કાર્યકર્તા જેના નેતા નથી ગણતો, હવે એને પાર્ટી સસ્પેન્ડ કરે કે રાખે એનાથી અમને હું ફેર પડે. અમે કોઈ પ્રદેશના નેતાઓને કીધું જ નથી કે આને સસ્પેન્ડ કરો."