શોધખોળ કરો
ભારતના રાષ્ટ્રગીતના ગાન વખતે ભારતનો આ ખેલાડી રડી પડ્યો, બૂમરાહની સાંત્વના પછી લૂછ્યાં આંસુ ને.....
ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ પસંદ કરી હતી સિરાજે જ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઝટકો આપ્યો.
![ભારતના રાષ્ટ્રગીતના ગાન વખતે ભારતનો આ ખેલાડી રડી પડ્યો, બૂમરાહની સાંત્વના પછી લૂછ્યાં આંસુ ને..... Mohammed Siraj breaks down in tears as SCG roars with India's national anthem ભારતના રાષ્ટ્રગીતના ગાન વખતે ભારતનો આ ખેલાડી રડી પડ્યો, બૂમરાહની સાંત્વના પછી લૂછ્યાં આંસુ ને.....](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/07153043/siraj.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સીડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 4 ટેસ્ટ મેચની સીરિઝની ત્રીજી ટેસ્ટ ગુરુવારથી સિડનીમાં શરૂ થઈ હતી. મેચ શરૂ થતાં પહેલાં બંને દેશોના રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું. ભારતનું રાષ્ટ્રગીત વાગતું હતું ત્યારે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ રડી પડ્યો હતો. રાષ્ટ્રગીત દરમિયાન મોહમ્મદ સિરાજ ભાવુક થઇ ગયો હતો અને તેની આંખોમાંથી આંસુ વહેલા લાગ્યાં હતાં. મોહમ્મદ સિરાજનો આ વિડિયો ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા શેર કરવામાં આવ્યો છે અને જોરદાર વાયરલ થઈ રહ્યો છે. સિરાજની બાજુમાં ઉભેલા ફાસ્ટ બોલર જસપ્રિત બૂમરાહે સિરાજને સાંત્વના આપીને શાંત કર્યો હતો. બૂમરાહ સાંત્વના આપી ત્યારે સિરાજે હથેળીથી આંસુ લૂછ્યાં હતાં.
રાષ્ટ્રગીતના ગાન વખતે ભાવુક થયેલા સિરાજે દેશભક્તિના જુસ્સાથી ભારતને શાનદાર સફળતા અપાવી હતી. ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ પસંદ કરી હતી સિરાજે જ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઝટકો આપ્યો. સિરાજે ઈંજાગ્રસ્ત હોવાના કારણે પહેલી બે ટેસ્ટ ગુમાવનારા ઓપનર ડેવિડ વોર્નરને 5 રને આઉટ કરીને પેવેલિયન ભેગો કર્યો હતો.. સિરાજે બીજી ટેસ્ટમાં મેલબોર્ન ખાતે ડેબ્યુ કર્યું હતું અને ડેબ્યુ ટેસ્ટમાં તેણે 5 વિકેટ ઝડપીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સિરાજની આ બીજી ટેસ્ટ મેચ છે અને તેમાં તેણે પહેલી વિકેટ ઝડપીને શાનદાર પ્રદર્શ ચાલુ રાખ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)