IPL 2024મા આ બોલરોએ ફેક્યા છે સૌથી વધુ ડોટ બોલ, પ્રથમ નંબરના ખેલાડીનું નામ જાણીને ચોંકી જશો
IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચનો રોમાંચ લગભગ 3 કલાક સુધી ચાલે છે. T20 ફોર્મેટની ક્રિકેટ મેચમાં, બેટ્સમેન દરેક બોલને બાઉન્ડ્રી લાઇનની પાર મોકલવાના ઇરાદા સાથે મેદાનમાં પ્રવેશે છે. પરંતુ બોલરોની વેરિએશન ઘણીવાર બેટ્સમેનોને છેતરે છે.
IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચનો રોમાંચ લગભગ 3 કલાક સુધી ચાલે છે. T20 ફોર્મેટની ક્રિકેટ મેચમાં, બેટ્સમેન દરેક બોલને બાઉન્ડ્રી લાઇનની પાર મોકલવાના ઇરાદા સાથે મેદાનમાં પ્રવેશે છે. પરંતુ બોલરોની વેરિએશન ઘણીવાર બેટ્સમેનોને છેતરે છે. તેવી જ રીતે IPL 2024માં પણ ઘણા બોલરો સતત બેટ્સમેન પર પ્રભુત્વ જમાવતા જોવા મળ્યા છે. આઈપીએલની વર્તમાન સિઝનમાં સૌથી વધુ ડોટ બોલ ફેંકનાર બોલરોની યાદી ક્રિકેટ ચાહકોને આશ્ચર્યચકિત કરી શકે છે કારણ કે અત્યાર સુધી સિઝનમાં સૌથી વધુ ડોટ બોલ ફેંકનાર બોલર દિલ્હી કેપિટલ્સના ખલીલ અહેમદ છે, જેણે અત્યાર સુધી 83 વખત મોટી હિટ મારતા બેટ્સમેનોને રોક્યા છે.
IPL 2024માં સૌથી વધુ ડોટ બોલ
સૌથી ઉપર ખલીલ અહેમદનું નામ ઘણું ચોંકાવનારું છે. તેણે અત્યાર સુધીની સિઝનમાં 28 ઓવર ફેંકી છે, જેમાંથી 83 બોલ ડોટ કરવાનો અર્થ છે કે તેણે લગભગ 14 ઓવરમાં કોઈ રન આપ્યા નથી. આ ડેટાના આધારે ખલીલ અહેમદનો લગભગ દરેક સેકન્ડ બોલ ડોટ રહ્યો છે. MIનો મુખ્ય બોલર જસપ્રીત બુમરાહ બીજા સ્થાને છે, જેણે અત્યાર સુધીમાં 79 ડોટ બોલ ફેંક્યા છે. બુમરાહ વર્લ્ડ ક્લાસ બોલર છે, તેથી આ યાદીમાં તેનો સમાવેશ આશ્ચર્યજનક નથી. તેણે અત્યાર સુધી સિઝનમાં 28 ઓવર પણ ફેંકી છે. તેનો ઈકોનોમી રેટ 5.96 રહ્યો હોવાથી તે આ લિસ્ટમાં ટોપ પર કેમ નથી તે આશ્ચર્યજનક છે.
વિદેશી બોલર કાગીસો રબાડા પણ આ લીસ્ટમાં સામેલ છે
IPL 2024માં અત્યાર સુધીમાં સૌથી વધુ ડોટ બોલ ફેંકનાર વિદેશી બોલર કાગીસો રબાડા છે. અત્યાર સુધીમાં તેણે પંજાબ કિંગ્સ માટે 7 મેચમાં 28 ઓવર ફેંકી છે, જેમાં તેણે 75 વખત બેટ્સમેનને કોઈ રન બનાવતા રોક્યા છે. ચોથા સ્થાને CSKનો તુષાર દેશપાંડે છે, જે ગત સિઝનમાં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખવામાં સફળ રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે ચેન્નાઈ માટે 26 ઓવર ફેંકતા 69 ડોટ બોલ ફેંક્યા છે. રાજસ્થાન રોયલ્સનો ટ્રેન્ટ બોલ્ટ પણ પાછળ નથી, જેણે વર્તમાન સિઝનમાં 24 ઓવર ફેંકતા 68 ડોટ બોલ ફેંક્યા છે.
આ બેટ્સમેનો આઈપીએલ 2024મા મચાવી રહ્યા છે ધમાલ