World Cup 2023: વર્લ્ડ કપમાં કોહલીનું કદ થઈ રહ્યું છે વિરાટ, રોહિત શર્માને પણ છોડ્યો પાછળ
ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને સતત પાંચમી જીત નોંધાવી હતી. ટીમ ઈન્ડિયાની જીતનો હીરો રહ્યો વિરાટ કોહલી. વિરાટ કોહલીએ 104 બોલમાં 95 રનની ઇનિંગ રમી હતી.
Most Runs In World Cup 2023: ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને સતત પાંચમી જીત નોંધાવી હતી. ટીમ ઈન્ડિયાની જીતનો હીરો રહ્યો વિરાટ કોહલી. વિરાટ કોહલીએ 104 બોલમાં 95 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ પછી, વિરાટ કોહલી વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ટોચ પર પહોંચી ગયો છે. વિરાટ કોહલીએ રોહિત શર્માને પાછળ છોડી દીધો. હવે રોહિત શર્મા બીજા સ્થાને સરકી ગયો છે.
વિરાટ કોહલીએ રોહિત શર્માને પાછળ છોડી દીધો
વિરાટ કોહલીએ અત્યાર સુધી 5 મેચમાં 354 રન બનાવ્યા છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનની સરેરાશ 118.00 હતી. જ્યારે રોહિત શર્માએ 5 મેચમાં 311 રન બનાવ્યા છે. રોહિત શર્માની એવરેજ 62.20 રહી છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા પછી પાકિસ્તાનનો વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન ત્રીજા સ્થાને છે. મોહમ્મદ રિઝવાને 4 મેચમાં 98ની એવરેજથી 294 રન બનાવ્યા છે.
વર્લ્ડ કપમાં વિરાટ કોહલીનું અત્યાર સુધીનું પ્રદર્શન આ રીતે રહ્યું છે...
વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે 116 બોલમાં 85 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ પછી તે અફઘાનિસ્તાન સામે 56 બોલમાં 55 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. જો કે પાકિસ્તાન સામે વિરાટ કોહલી વહેલો પેવેલિયન પરત ફર્યો હતો. વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે 18 બોલમાં 16 રન બનાવ્યા હતા. પરંતુ આ પછી તેણે બાંગ્લાદેશ સામે શાનદાર વાપસી કરી હતી. વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે 97 બોલમાં અણનમ 103 રન બનાવ્યા હતા. હવે ન્યૂઝીલેન્ડ સામે વિરાટ કોહલીએ 104 બોલમાં 95 રનની ઇનિંગ રમી હતી. આ રીતે વિરાટ કોહલીએ 5 મેચમાં 118.00ની એવરેજથી 354 રન બનાવ્યા છે. જોકે, ભારતીય ચાહકોને આશા છે કે આગામી મેચોમાં પણ વિરાટ કોહલીના બેટથી રનનો વરસાદ થશે.
ભારતીય ટીમે ICC ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ સામેના 20 વર્ષના દુકાળ અંત લાવ્યો અને ધર્મશાલા મેદાન પર વર્લ્ડ કપ 2023ની 21મી મેચમાં કિવી ટીમને 4 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે રોહિત શર્માની કેપ્ટનશિપવાળી ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023 પોઈન્ટ ટેબલમાં નંબર વનનો તાજ હાંસિલ કર્યો, જે મેચ પહેલા ન્યુઝીલેન્ડ પાસે હતો. હાર બાદ ન્યુઝીલેન્ડ બીજા સ્થાને સરકી ગયું છે. જ્યારે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની હાલત ખરાબ થઈ ગઈ છે.
ટૂર્નામેન્ટમાં ભારતની આ સતત પાંચમી જીત હતી. મેચ પહેલા, ન્યુઝીલેન્ડ પણ 2023 વર્લ્ડ કપમાં એકપણ મેચ હાર્યું ન હતું, પરંતુ ટીમ ઇન્ડિયાએ તેની જીતનો સિલસિલો અટકાવ્યો હતો. ભારતીય ટીમ હાલમાં એવી ટીમ છે જેણે ટેબલમાં સૌથી વધુ 10 પોઈન્ટ મેળવ્યા છે. ન્યુઝીલેન્ડ 8 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.