શોધખોળ કરો
Advertisement
ટાઇગર સફારી બાદ હવે ધોની પત્ની સાક્ષી સાથે પહોંચ્યો માલદીવ, સ્પીડબૉટ ચલાવતો વીડિય વાયરલ
ધોની મધ્યપ્રદેશના કાન્હા નેશનલ પાર્કમમાં આવેલા ટાઇગર સફારીમાં રજાઓ ગાળી હવે ધોની પોતાના મિત્ર આરપી સિંહ સાથે માલદીવના દરિયા કિનારે વેકેશન મનાવી રહ્યો છે
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાલ ક્રિકેટથી દુર છે. વનડે વર્લ્ડકપ 2019 બાદથી ભારતીય ટીમમાંથી બ્રેક લઇ લીધો છે. હવે ધોની પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. તાજેતરમાંજ ધોનીએ પત્ની સાક્ષી ધોની સાથે મધ્યપ્રદેશના કાન્હા ટાઇગર સફારી પાર્કની સફર કરી હતી. હવે રિપોર્ટ છે કે ધોની હાલ પત્ની સાક્ષી સાથે વેકેશન મનાવવા માલદીવ પહોંચ્યો છે. તેને એક તાજો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.
ધોની મધ્યપ્રદેશના કાન્હા નેશનલ પાર્કમમાં આવેલા ટાઇગર સફારીમાં રજાઓ ગાળી હવે ધોની પોતાના મિત્ર આરપી સિંહ સાથે માલદીવના દરિયા કિનારે વેકેશન મનાવી રહ્યો છે.
હાલ વાયરલ થયેલા આ વીડિયોમાં ધોની માલદીવના દરિયામાં સ્પીડબૉટ ચલાવતો દેખાઇ રહ્યો છે. શિપમાં કેપ્ટન તેની પાસે ઉભો રહ્યો છે અને ધોનીને ગાઇડ કરી રહ્યો છે.
નોંધનીય છે કે, વનડે વર્લ્ડકપ બાદ ધોનીએ બીસીસીઆઇ પાસે બે મહિનાનો બ્રેક માંગ્યો હતો, જોકે બાદમાં ધોની આ બ્રેકને લંબાવતો ગયો અને હજુ સુધી ટીમ ઇન્ડિયામાં વાપસી થઇ નથી. ફેન્સ ધોનીની વાપસીની રાહ જોઇને બેઠાં છે, ત્યારે કેટલાક દિગ્ગજો ધોનીની વાપસીને અસંભવિત ગણાવી બતાવી રહ્યાં છે..@msdhoni - the Captain of the Ship is here!????????✈️
Mahi & Sakshi are off to Maldives for holidays.#MSDhoni #Dhoni #CaptainCool ❤️???? pic.twitter.com/zS8DfIuJgz — MS Dhoni Fans Official (@msdfansofficial) February 2, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement