શોધખોળ કરો
Advertisement
ધોનીએ ઈકોનમી ક્લાસના પેસેન્જરને આપી દીધી પોતાની બિઝનેસ ક્લાસની ટિકિટ, કારણ જાણીને ચોંકી જશો
ધોનીએ યૂએઈ પ્રવાસ દરમિયાન પોતાની બિઝનેસ ક્લાસની ટિકિટ એક ઈકોનમી પેસેન્જરને આપી દીધી હતી.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમમાંથી હાલમાં જ રિટાયર થયેલા મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એકવાર લોકોનું દીલ જીતી લે તેવું કામ કર્યું છે. ધોનીએ યૂએઈ પ્રવાસ દરમિયાન પોતાની બિઝનેસ ક્લાસની ટિકિટ એક ઈકોનમી પેસેન્જરને આપી દીધી હતી.
વાસ્વતમાં ધોની ટીમ સાથે આઈપીએલ માટે યૂએઈ જવા રવાના થયો હતો. તે દરમિયાન તેમણે ફ્લાઈટમાં જોયું કે, એક પેસેન્જર જે ઈકોનમીમાં બેઠેલો છે, જેના પગ લાંબા હોવાના કારણે બેસવામાં મુશ્કેલી પડી રહી છે. એવામાં ધોનીએ પોતાની બિઝનેસ ક્લાસની ટિકિટ તે પેસેન્જરને આપી દીધી હતી.
જોર્જ નામના એક ટ્વિટર યૂઝરે તેનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આ વ્યક્તિ ચેન્નઈ સુપર કિંગ્સનો સભ્ય લાગી રહ્યો હતો. વીડિયોમાં પૂર્વ ભારતીય કેપ્ટન, સુરેશ રૈના અને ચેન્નઈ સુપર કિંગ્સના ટીમના સભ્યો સાથે વાત કરતો નજર આવી રહ્યો છે.
તેણે ટ્વીટમાં લખ્યું કે, “એક વ્યક્તિ જેણે બધુ જ જોયું હોય, ક્રિકેટમાં બધું જ કર્યું હોય, તે તમને કહે કે તમારા પગ મોટા છે, તમે મારી સીટ(બિઝનેસ ક્લાસ) પર બેસી જાઓ, હું ઈકોનમીમાં બેસી જોઈશ. કેપ્ટન મને હૈરાન કરવાનું ક્યારેય બંધ નથી કરતો. ”
ઉલ્લેખનીય છે કે, ધોનીએ 15 ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પોતાના સંન્યાસની જાહેરાત કરી દીધી હતી. જો કે, તે આઈપીએલમાં રમશે અને ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટશિપ પણ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion