MS Dhoni: એમએસ ધોની 2024ની IPL રમશે કે નહીં? CSKએ કરી દીધો મોટો ખુલાસો
Captain MS Dhoni: IPL 2024 સીઝનની હરાજી પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે રિટેન-રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે કુલ 8 ખેલાડીઓને રિલીઝ કર્યા છે.
Captain MS Dhoni: IPL 2024 સીઝનની હરાજી પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે રિટેન-રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે કુલ 8 ખેલાડીઓને રિલીઝ કર્યા છે અને આગામી સિઝન માટે 18 ખેલાડીઓને જાળવી રાખ્યા છે. આ લિસ્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે, એમએસ ધોની IPL 2024માં રમશે કે નહીં.
CSK released Players
Ben Stokes (16.2 cr)
Ambati Rayudu (6.7 cr)
Kyle Jamieson (1 cr)
Dwaine Pretorius (50L)
Sisanda Magala (50L)
Bhagath Varma (20L)
S Senapati (20L)
Akash Singh (20L)— InsideSport (@InsideSportIND) November 26, 2023
ધોની IPL 2024માં રમશે કે નહીં?
ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2024 માટે એમએસ ધોનીને જાળવી રાખ્યો છે. મતલબ કે તે ફરી એકવાર IPLમાં રમતો જોવા મળશે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે 2023 ધોનીની છેલ્લી સિઝન હોઈ શકે છે. આઈપીએલ 2023માં માહી જ્યાં પણ મેચ રમવા ગયો ત્યાં તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા. પરંતુ તે ફરી એકવાર પોતાની રમતથી ફેન્સનું મનોરંજન કરવા માટે તૈયાર છે.
Retain players of CSK for IPL 2024
— InsideSport (@InsideSportIND) November 26, 2023
1. MS Dhoni (C)
2. Devon Conway ✈️
3. Ruturaj Gaikwad
4. Ajinkya Rahane
5. Shaik Rasheed
6. Ravindra Jadeja
7. Mitchell Santner ✈️
8. Moeen Ali ✈️
9. Shivam Dube
10. Nishant Sindhu
11. Ajay Mandal
12. Rajvardhan Hangargekar
13. Deepak Chahar…
બેન સ્ટોક્સ પોતે IPLમાંથી બહાર થયો
32 વર્ષીય સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે IPL 2024માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. બેન સ્ટોક્સે પોતાના વર્કલોડને મેનેજ કરવા માટે આ નિર્ણય લીધો હતો. આઈપીએલ પહેલા તેમને ભારતમાં 5 ટેસ્ટ મેચની સીરિઝ રમવાની છે અને ત્યારબાદ જૂન 2024માં ટી20 વર્લ્ડ કપ પણ રમાવાનો છે. આવી સ્થિતિમાં તેણે આ મોટો નિર્ણય લીધો છે.
Anbuden Nandri to the Singams who made us whistle from our hearts! 🥳💛
— Chennai Super Kings (@ChennaiIPL) November 26, 2023
🔗 https://t.co/wjZQ88dLxt#WhistlePoduForever pic.twitter.com/jX170TRPnZ
રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી
એમએસ ધોની, ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, દીપક ચહર, તુષાર દેશપાંડે, મહેશ તિક્ષણા, સિમરનજીત સિંહ, મતિશા પાથિરાના, પ્રશાંત સોલંકી, મિશેલ સેન્ટનર, રાજવર્ધન હંગરગેકર, રવિન્દ્ર જાડેજા, મોઈન અલી, શિવમ દુબે, અજિક્ય રહાણે, નિશાંત સિંધુ , શેખ રશીદ , અજય મંડલ.
રિલીઝ થયેલા ખેલાડીઓની યાદી
બેન સ્ટોક્સ, ડ્વેન પ્રિટોરિયસ, ભગત વર્મા, સુભ્રાંશુ સેનાપતિ, આકાશ સિંહ, કાઈલ જેમસન, સિસાંડા મેગાલા અને અંબાતી રાયડુ.
પર્સમાં 32.1 કરોડ રૂપિયા બાકી છે
વિદેશી ખેલાડીઓ માટે સ્લોટ્સ - 3 બાકી