(Source: ECI/ABP News/ABP Majha)
MI vs DC: હાર્દિક પંડ્યાને મળ્યા સોમનાથ દાદાના આશિર્વાદ, મુંબઈને મળી આઈપીએલની પ્રથમ જીત
MI vs DC: મુંબઈ ઈન્ડિયન્સે વાનખેડે સ્ટેડિયમમાં તેમના હોમ ફેન્સ સામે દિલ્હી કેપિટલ્સને 29 રનથી હરાવ્યું છે. IPL 2024માં MIની આ પહેલી જીત છે, આ પહેલા ટીમ સતત 3 મેચ હારી ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 234 રન બનાવ્યા હતા.
MI vs DC: મુંબઈ ઈન્ડિયન્સે વાનખેડે સ્ટેડિયમમાં તેમના હોમ ફેન્સ સામે દિલ્હી કેપિટલ્સને 29 રનથી હરાવ્યું છે. IPL 2024માં MIની આ પહેલી જીત છે, આ પહેલા ટીમ સતત 3 મેચ હારી ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 234 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતી વખતે દિલ્હી માટે પૃથ્વી શૉએ 40 બોલમાં 66 રનની ઈનિંગ રમી હતી, જ્યારે અભિષેક પોરેલ અને ટ્રિસ્ટન સ્ટબ્સની મહત્વની ઈનિંગ્સ પણ ટીમને જીત તરફ લઈ જઈ શકી નહોતી. ટ્રિસ્ટન સ્ટબ્સે 25 બોલમાં 71 રનની અણનમ ઇનિંગ રમી હતી. એમઆઈ માટે રોહિત શર્માએ 49 રન, ઈશાન કિશને 42 રન બનાવ્યા અને છેલ્લી ઓવરોમાં ટિમ ડેવિડ અને રોમારિયો શેફર્ડે સિક્સર ફટકારી. નોંધનિય છે કે, હાર્દિક પંડ્યાએ બે દિવસ પહેલાં જ સોમનાથ મંદિરે દર્શન કર્યા હતા. જેથી ફેન્સ કહી રહ્યા છે કે, આખરે હાર્દિક પંડ્યા પર સોમનાથ દાદાની કૃપા વરસી છે.
That feeling of your first win of the season 😀
A blockbuster batting and a collective bowling performance help Mumbai Indians get off the mark in #TATAIPL 2024 on a special day at home 🙌
Scorecard ▶ https://t.co/Ou3aGjpb7P #TATAIPL | #MIvDC pic.twitter.com/5UfqRnNxj4 — IndianPremierLeague (@IPL) April 7, 2024
15 ઓવર પછી, દિલ્હી કેપિટલ્સનો સ્કોર 3 વિકેટે 144 રન હતો અને તેણે જીતવા માટે આગામી 5 ઓવરમાં 91 રન બનાવવાના હતા. 16મી ઓવરમાં માત્ર 9 રન જ આવ્યા હતા અને ઋષભ પંતની વિકેટના કારણે દિલ્હી કેપિટલ્સ બેક ફૂટ પર હતી. પરંતુ ટ્રિસ્ટન સ્ટબ્સ હજુ પણ ક્રિઝ પર હતા અને સ્થિતિ એવી હતી કે ડીસીને છેલ્લી 3 ઓવરમાં 63 રનની જરૂર હતી. જસપ્રીત બુમરાહે 17મી ઓવરમાં માત્ર 8 રન આપ્યા હતા, જેના કારણે MIની જીત લગભગ નિશ્ચિત હતી કારણ કે દિલ્હીને છેલ્લા 12 બોલમાં 55 રન બનાવવાના હતા. છેલ્લી બે ઓવરમાં મુંબઈના બોલરો મેચ પર નિયંત્રણ રાખતા હતા, જેના કારણે ડીસીને 29 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
મુંબઈએ દિલ્હીને 235 રનનો ટાર્ગેટ આપ્યો
મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 235 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ માટે ટિમ ડેવિડ અને રોમારિયો શેફર્ડે શાનદાર બેટિંગ કરી હતી. બંનેએ છેલ્લી ઓવરોમાં બોલરોનું ક્લાસ લાગવ્યો હતો. શેફર્ડે 10 બોલમાં અણનમ 39 રન બનાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ટિમ ડેવિડે 21 બોલમાં અણનમ 45 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ મુંબઈને સારી શરૂઆત અપાવી હતી. તેણે 27 બોલમાં 49 રન બનાવ્યા હતા. રોહિતની આ ઇનિંગમાં 6 ફોર અને 3 સિક્સ સામેલ હતી. ઈશાન કિશને 42 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 39 રન બનાવ્યા હતા.
દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન
રિષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), પૃથ્વી શો, ડેવિડ વોર્નર, ટ્રિસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ, અક્ષર પટેલ, લલિત યાદવ, જાય રિચર્ડસન, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ, એનરિક નોર્કિયા.
મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઇંગ-11
હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, રોમારિયો શેફર્ડ, ટિમ ડેવિડ, મોહમ્મદ નબી, પીયૂષ ચાવલા, ગેરાલ્ડ કોત્ઝી અને જસપ્રીત બુમરાહ.