BCCI: મુંબઇમાં રમાશે ટ્રાઇ સીરિઝ, ભારત- ન્યૂઝીલેન્ડ અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે થશે ટક્કર, BCCIએ કરી જાહેરાત
આ વર્ષે ડિસેમ્બર મહિનામાં મહિલા અંડર-19 ટ્રાઇ સિરીઝ રમાશે
Womens's Under-19 Tri Series: આ વર્ષે ડિસેમ્બર મહિનામાં મહિલા અંડર-19 ટ્રાઇ સિરીઝ રમાશે. આ ત્રિકોણીય શ્રેણીમાં ભારત ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝ અને ન્યૂઝીલેન્ડની ટીમો હશે. તેમજ આ સીરીઝની મેચો મુંબઈમાં રમાશે. આ માટે બીસીસીઆઈએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સિવાય આવતા વર્ષે મહિલા અંડર-19 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. વાસ્તવમાં પ્રથમ વખત મહિલા અંડર-19 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
મહિલા અંડર-19 વર્લ્ડ કપની તૈયારીઓ!
જોકે, બીસીસીઆઈએ આ અંગે મુંબઈ ક્રિકેટ એસોસિએશન સાથે વાત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડીવાય પાટિલ સ્ટેડિયમ સિવાય બીકેસી ગ્રાઉન્ડને આ સીરીઝ માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ અને ન્યૂઝીલેન્ડ સાથે પ્રસ્તાવિત ત્રિકોણીય શ્રેણી 20 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી રમાશે. બીસીસીઆઈના અધિકારીઓએ જણાવ્યું હતું કે મહિલા અંડર-19 વર્લ્ડ કપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેથી કરીને ભારતીય પસંદગીકારો આગામી મહિલા અંડર-19 વર્લ્ડ કપ માટે વધુ સારી ખેલાડીઓની પસંદગી કરી શકે. મહિલા અન્ડર-19 વર્લ્ડ કપ 14 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી દરમિયાન યોજાશે.
પુરૂષ અને મહિલા ક્રિકેટરોને સમાન પૈસા મળશે
નોંધનીય છે કે BCCIએ હાલમાં જ એક મોટી જાહેરાત કરી હતી. હવે ભારતીય મહિલા ક્રિકેટરોને પુરૂષ ક્રિકેટરો જેટલો જ પગાર મળશે. બીસીસીઆઈના સચિવ જય શાહે તાજેતરમાં આ અંગેની જાહેરાત કરી હતી. જો કે મહિલા ક્રિકેટ માટે આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. અત્યાર સુધી મહિલા ક્રિકેટરોને પુરૂષ ક્રિકેટરોની સરખામણીએ ઓછા પૈસા મળતા હતા, પરંતુ હવે BCCIએ કહ્યું છે કે પુરૂષ અને મહિલા ખેલાડીઓને સમાન પૈસા આપવામાં આવે.
T20 World Cup 2022: સેમિ ફાઇનલની રેસમાં કઇ-કઇ ટીમો છે આગળ, જુઓ આખુ પૉઇન્ટ ટેબલ.......
T20 World Cup 2022 Points Table: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 (T20 World Cup 2022)માં એક પછી એક મોટા ઉલટફેર થઇ રહ્યાં છે, સેમિ ફાઇનલના સમીકરણો બદલાઇ રહ્યાં છે. તાજેતરમાં જ આયરેલેન્ડે ઇંગ્લેન્ડને અને ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને માત આપીને તમામ સમીકરણો બદલી નાંખ્યા છે. વર્લ્ડકપ અગાઉ જે ટીમોની સૌથી પહેલા સેમિ ફાઇનલમાં પહોંચવાની ચર્ચા થઇ રહી હતી, તે હવે ઉલટફેરનો શિકાર બની છે. અહીં અમે તમને ગૃપ 1 અને ગૃપ 2ની ટૉપ ટીમો સાથે આખુ પૉઇન્ટ ટેબલ બતાવી રહ્યાં છે, જેના આધારે જાણી શકાશે કે શું છે હાલની ટી20 વર્લ્ડકપની સ્થિતિ
ગૃપ -1 પૉઇન્ટ ટેબલ -
ગૃપ 1માંથી સેમિ ફાઇનલ માટે મજબૂત દાવેદાર માનવામાં આવી રહેલી ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ટૉપ 2માંથી બહાર છે. અહીં શરૂઆત બે સ્થાનો પર ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા છે.
ગૃપ -2 પૉઇન્ટ ટેબલ -
ગૃપ 2માં ભારત અને દક્ષિણ આફ્રિકા શરૂઆતી ટૉપના બે સ્થાનો પર જામેલા છે. અહીં પાકિસ્તાનની ટીમ પાંચમા નંબર પર પહોંચી ગઇ છે. ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ જેવી ટીમો પણ પાકિસ્તાનથી ઉપર છે