(Source: ECI/ABP News/ABP Majha)
World Cup 2023: વર્લ્ડ કપ માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે નરેંદ્ર મોદી સ્ટેડિયમ, જુઓ શું થશે બદલાવ ?
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2023ની ફાઈનલ મેચ રમાઈ હતી. ભારત આ વર્ષે ODI વર્લ્ડ કપ 2023ની યજમાની કરશે.
Narendra Modi Stadium World Cup 2023: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2023ની ફાઈનલ મેચ રમાઈ હતી. ભારત આ વર્ષે ODI વર્લ્ડ કપ 2023ની યજમાની કરશે. જોકે ODI વર્લ્ડ કપની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી. પરંતુ માનવામાં આવે છે કે તે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં રમાઈ શકે છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઘણી મેચો રમાશે. જો કે આ સંદર્ભે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને વધુ સારુ બનાવવા માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે.
The new outfield is getting ready at the Narendra Modi stadium ahead of ODI World Cup 2023. pic.twitter.com/gtVwd7l1y7
— CricketMAN2 (@ImTanujSingh) June 25, 2023
તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ વાયરલ તસવીરમાં જોઈ શકાય છે કે સ્ટેડિયમના આઉટફિલ્ડ પર કામ થઈ રહ્યું છે. આઉટફિલ્ડ પણ બદલવામાં આવી રહ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને 2023ના ODI વર્લ્ડ કપ માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. જો કે સોશિયલ મીડિયા પર તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
ભારતીય ધરતી પર ODI વર્લ્ડ કપની 12 વર્ષ બાદ વાપસી
ઉલ્લેખનીય છે કે, ODI વર્લ્ડ કપ 2023 ભારતની ધરતી પર રમાશે. આ પહેલા ભારતે ODI વર્લ્ડ કપ 2011ની યજમાની કરી હતી. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમે 2011 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. જોકે ભારતીય ચાહકોને આશા છે કે ટીમ ઈન્ડિયા 12 વર્ષ પછી ઈતિહાસનું પુનરાવર્તન કરવામાં સફળ રહેશે. જો કે તે જોવાનું રસપ્રદ રહેશે કે ભારતીય ટીમ ચાહકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકે છે કે નહીં. આ સિવાય ટીમ ઈન્ડિયાએ તેની છેલ્લી આઈસીસી ટ્રોફી વર્ષ 2013માં જીતી હતી. છેલ્લા લગભગ 10 વર્ષથી ભારતીય ટીમ ICC ટ્રોફી જીતવામાં સફળ રહી નથી. જો કે ભારતીય ટીમ તેના 10 વર્ષના દુષ્કાળને ખતમ કરવા માંગે છે.
આ આઠ ટીમોએ કર્યુ સીધું ક્વૉલિફાય -
યજમાન ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ 2023 વનડે વર્લ્ડકપ માટે સીધા ક્વૉલિફાય થયા છે. હવે બાકીની બે ટીમો ક્વૉલિફાયર રાઉન્ડમાંથી આવશે. ત્યારબાદ ઓક્ટોબર-નવેમ્બરમાં મેઇન ઈવેન્ટ રમાશે. ઘરઆંગણે રમવાને કારણે ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાં ફેવરિટ ટીમ તરીકે ઉતરશે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial