શોધખોળ કરો
Advertisement
નતાસાએ પતિ હાર્દિક પંડ્યા સાથે શેર કરી ખાસ તસવીર, તો પૂર્વ પ્રેમીએ કરી દીધી આવી કૉમેન્ટ
નતાશા સ્ટાનકૉવિચે પોતાના પતિ હાર્દિક પંડ્યા સાથેની એક તસવીર શેર કરી છે જે ખુબ વાયરલ થઇ રહી છે
મુંબઇઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલ યુએઇમાં આઇપીએલ 2020ની સિઝનમાં મુંબઇની ટીમમાંથી રમી રહ્યો છે. વળી બીજી બાજુ તેની મંગેતર નતાશા સ્ટાનકૉવિચ અને તેનો દીકરો ભારતમાં રહીને જ ક્રિકેટનો આનંદ લઇ રહ્યાં છે. આ બધાની વચ્ચે નતાશા સ્ટાનકૉવિચે પોતાના પતિ હાર્દિક પંડ્યા સાથેની એક તસવીર શેર કરી છે જે ખુબ વાયરલ થઇ રહી છે.
તાજેતરમાં જ નતાશા સ્ટાનકૉવિચે તસવીર શેર કરતાં એક દિલ વાળી ઇમૉજીની સાથે હાર્દિકને ટેગ કર્યો છે. આ તસવીર પર નાતાસાના પૂર્વ પ્રેમી અલી ગોનીએ ખાસ કૉમેન્ટ કરી છે. અલીએ નતાસાની પૉસ્ટ પર દિલ વાળી ઇમૉજી કૉમેન્ટ કરી છે. વળી હાર્દિકની માએ દિલ વાળી ઇમૉજીની સાથે કિસ વાળી ઇમૉજી પૉસ્ટ કરી છે. નતાસા દ્વારા શેર કરવામાં આવેલી તસવીર ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
નતાસાએ થોડાક દિવસો પહેલા તસવીર શેર કરતા લખ્યું હતુ- અગસ્તય હવે એક મહિનાનો થઇ ગયો છે... અમે તને પ્રેમ કરીએ છીએ હાર્દિક. આ તસવીરને નતાસાએ તેના પતિ હાર્દિક સાથે ટેગ કર્યો છે. નતાશા સ્ટાનકૉવિચે દીકરા અગસ્તયની તસવીર તેના બે મહિના થયા બાદ શેર કરી છે. નતાસાએ દીકરાને ખોળામાં લીધેલો છે. આ તસવીર પર હાર્દિક પંડ્યાના મિત્ર કેએલ રાહુલે પણ કૉમેન્ટ કરી અને તેના પર દિલની ઇમૉજી બનાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement