Champions Trophy 2025: ભારતીય ટીમની જાહેરાતમાં વિલંબ કેમ ? નવજોત સિંહ સિદ્ધુએ BCCI પર સાધ્યું નિશાન
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં હવે થોડા જ અઠવાડિયા બાકી છે, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાતમાં વિલંબથી ચાહકો અને ક્રિકેટ પંડિતો હેરાન થઈ ગયા છે.
Navjot Singh Sidhu on CT 2025 Team India Squad: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં હવે થોડા જ અઠવાડિયા બાકી છે, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાતમાં વિલંબથી ચાહકો અને ક્રિકેટ પંડિતો હેરાન થઈ ગયા છે. આ ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં યોજાશે, પરંતુ ભારતની મેચ દુબઈમાં રમાશે. ટૂર્નામેન્ટની શરૂઆત 19 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ મેચથી થશે, જ્યારે ભારતની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે થશે. ટૂર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લેશે અને અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન સિવાય તમામ ટીમોએ તેમની 15 સભ્યોની ટીમોની જાહેરાત કરી છે.
નવજોત સિંહ સિદ્ધુએ ચિંતા વ્યક્ત કરી હતી
પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ ભારતીય ટીમની જાહેરાત કરવામાં વિલંબને લઈને સોશિયલ મીડિયા પર પોતાની ચિંતા વ્યક્ત કરી છે. 1.5 અબજ લોકો આ જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.સિદ્ધુએ એકસ પર પોસ્ટ કરતા લખ્યું, આઈસીસીના 25 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ભારત ચેમ્પિયન્સ ટ્રોફી ટીમની જાહેરાત કરવામાં વિલંબ થયો. 12 જાન્યુઆરીનો નિર્ધારિત સમય પસાર થઈ ગયો અને અત્યાર સુધીમાં પસંદગીકારો અને ખેલાડીઓમાં બેચેની વધી ગઈ છે. 1.5 અરબ લોગો આ જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.
“25 years of ICC history — India’s Champions Trophy squad announcement delayed for the first time ever. The January 12 deadline passed, the selectors & teammates wait with bated breath, 1.5 billion hearts pray and hope for the best, all eyes on Jasprit Bumrah. His name alone… pic.twitter.com/WQn5P7kxeN
— Navjot Singh Sidhu (@sherryontopp) January 15, 2025
બધાની નજર બુમરાહ પર: સિદ્ધુ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની છેલ્લી સિડની ટેસ્ટ મેચ દરમિયાન જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થયો હતો. ચેમ્પિયન્સ ટ્રોફી જેવી મોટી ટૂર્નામેન્ટ પહેલા બુમરાહની ઈજાએ ટીમના પસંદગીકારો અને ભારતીય ક્રિકેટ ચાહકોને ચિંતામાં મૂકી દીધા છે. તેના પર નવજોત સિંહ સિદ્ધુએ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ વિશે લખ્યું કે બધાની નજર બુમરાહ પર છે. તેમનું નામ ભારતીય ક્રિકેટની ઊંચાઈને દર્શાવે છે અને તેમની પ્રતિભાનું સમગ્ર વિશ્વમાં સન્માન કરવામાં આવે છે.
તેમણે બુમરાહની ઈજા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે "તેની ઈજાનું રહસ્ય હજુ ઉકેલાયું નથી, અને તે માત્ર ટીમની જાહેરાતમાં વિલંબ નથી, પરંતુ સમગ્ર દેશની આશાઓનો પ્રશ્ન છે."
બુમરાહ અંગે નવજોત સિંહ સિદ્ધુએ આગળ કહ્યું કે, "આ માત્ર ક્રિકેટ ટીમની વાત નથી, પરંતુ દેશની આશાઓ એક દિગ્ગજના ખભા પર ટકેલી છે. ક્રિકેટ જગત બુમરાહની ફિટનેસ અને તેના વિજયી વાપસીની રાહ જોઈ રહ્યું છે."
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર, બેડ રેસ્ટ પર રહેશે જસપ્રીત બુમરાહ!