શોધખોળ કરો

IND vs NZ: 36 વર્ષમાં ભારતની પ્રથમ હાર, ન્યુઝીલેન્ડે બેંગલુરુમાં ઈતિહાસ રચ્યો; પ્રથમ ટેસ્ટ 8 વિકેટે જીતી

IND vs NZ 1st Test: ભારતને ન્યુઝીલેન્ડે પ્રથમ ટેસ્ટ મેચમાં 8 વિકેટે પરાજય આપ્યો છે. ન્યુઝીલેન્ડે સાડા ત્રણ દાયકા બાદ ભારતમાં મેચ જીતી છે.

New Zealand Beat India first time in 36 years: બેંગલુરુમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને 8 વિકેટથી હરાવ્યું છે. મેચના પાંચમા દિવસે કિવી ટીમને જીતવા માટે 107 રન બનાવવાના હતા જે મુલાકાતી ટીમે 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધા હતા. અંતિમ દિવસે રચિન રવિન્દ્ર અને વિલ યંગ વચ્ચે 72 રનની ભાગીદારીએ ટીમ ઈન્ડિયાની હાર સુનિશ્ચિત કરી હતી. મેચના પાંચમા દિવસે ભારત માટે વિકેટ લેનારો એકમાત્ર બોલર જસપ્રિત બુમરાહ હતો જેણે 2 બેટ્સમેનોને આઉટ કર્યા હતા.

બેંગલોર ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો, જ્યારે બીજા દિવસે જ્યારે ટોસ થયો ત્યારે ભારતે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ લેવાનું પરિણામ એ આવ્યું કે સમગ્ર ટીમ ઈન્ડિયા માત્ર 46 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં ન્યૂઝીલેન્ડે 402 રન બનાવ્યા હતા અને પ્રથમ દાવમાં 356 રનની જંગી લીડ મેળવી હતી. કિવી ટીમ માટે રચિન રવિન્દ્રએ 134 રનની સદીની ઇનિંગ રમી હતી અને ટિમ સાઉદીએ પણ 65 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.

કેપ્ટન રોહિત શર્માએ પોતે કહ્યું હતું કે પ્રથમ દાવમાં બેટિંગ કરવાનું પસંદ કરવું તેની કારકિર્દીનો સૌથી ખરાબ નિર્ણય હતો. પરંતુ જ્યારે ટીમ ઈન્ડિયા બીજા દાવમાં બેટિંગ કરવા આવી તો તેણે ન્યૂઝીલેન્ડના બોલરોને ખૂબ જ પરેશાન કરી દીધા. બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલ 35 રન બનાવીને આઉટ થયો હોવા છતાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ અનુક્રમે 52 અને 70 રનની અડધી સદી રમી હતી. તે પછી સરફરાઝ ખાન અને ઋષભ પંતે કમાન સંભાળી, જેમની વચ્ચે 177 રનની શાનદાર ભાગીદારી થઈ. સરફરાઝે 150 રન બનાવ્યા, જ્યારે ઋષભ પંતની ઇનિંગ્સ 99ના સ્કોર પર સમાપ્ત થઈ. આ બંનેના આઉટ થયા બાદ ચોથા દિવસે ભારતીય બેટિંગ પડી ભાંગી હતી અને 462ના સ્કોર પર ઈનિંગ્સનો અંત આવ્યો હતો.

ન્યુઝીલેન્ડ 36 વર્ષ પછી જીત્યું
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ ભારતીય ધરતી પર માત્ર 2 ટેસ્ટ મેચ જીતી શક્યું છે. તેમની પ્રથમ જીત 1969માં અને બીજી જીત 1988માં થઈ હતી. હવે 36 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડે બેંગલુરુ ટેસ્ટ જીતીને ઈતિહાસ રચ્યો છે. ન્યૂઝીલેન્ડની જીતમાં મેટ હેનરીએ મોટો ફાળો આપ્યો હતો, જેણે 2 ઇનિંગ્સમાં કુલ 8 વિકેટ ઝડપી હતી, જ્યારે વિલિયમ ઓ'રોર્કે પણ 7 વિકેટ ઝડપી હતી. તેના સિવાય બેટિંગમાં રચિન રવિન્દ્રએ બંને ઇનિંગ્સમાં કુલ 173 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો...

Women T20 World Cup: આજે રચાશે ઇતિહાસ દુનિયાને મળશે નવું વિશ્વ વિજેતા, આ 2 ટીમોમાં ખિતાબી ટક્કર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
IND vs AUS Live Score: શુભમન ગિલ આઉટ, ટીમ ઈન્ડિયા 30 રન પર ગુમાવી પ્રથમ વિકેટ
IND vs AUS Live Score: શુભમન ગિલ આઉટ, ટીમ ઈન્ડિયા 30 રન પર ગુમાવી પ્રથમ વિકેટ
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Swaminarayan Sadhu Controversial Statement : જ્ઞાનપ્રકાશ સ્વામીને ઘરે બેસાડી દો, ગિરીશ કોટેચા લાલઘૂમMansukh Vasava: સાંસદ મનસુખ વસાવાની જનતા રેડ, સરપંચ સાથે કેમ થઈ ગઈ બબાલ?Swaminarayan Sadhu Controversial Statement : વીરપુર 2 દિવસ બંધ | સ્વામિનારાયણ સાધુને અલ્ટીમેટમShare Market News: કોરોબારી સપ્તાહના બીજા દિવસે પણ શેરબજારમાં કડાકો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
IND vs AUS Live Score: શુભમન ગિલ આઉટ, ટીમ ઈન્ડિયા 30 રન પર ગુમાવી પ્રથમ વિકેટ
IND vs AUS Live Score: શુભમન ગિલ આઉટ, ટીમ ઈન્ડિયા 30 રન પર ગુમાવી પ્રથમ વિકેટ
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા આપ્યો 265 રનનો ટાર્ગેટ, શમીએ ઝડપી 3 વિકેટ  
IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા આપ્યો 265 રનનો ટાર્ગેટ, શમીએ ઝડપી 3 વિકેટ  
8th pay commission: 8માં પગાર પંચની ફોર્મ્યુલા! જાણો સરકારી કર્મચારીઓનો પગાર કેટલો વધશે ? 
8th pay commission: 8માં પગાર પંચની ફોર્મ્યુલા! જાણો સરકારી કર્મચારીઓનો પગાર કેટલો વધશે ? 
Post Office Best Scheme:  પોસ્ટની આ સ્કીમ છે શાનદાર, 2 લાખ રુપિયા મળશે વ્યાજ, જાણો તેના વિશે
Post Office Best Scheme: પોસ્ટની આ સ્કીમ છે શાનદાર, 2 લાખ રુપિયા મળશે વ્યાજ, જાણો તેના વિશે
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Embed widget