શોધખોળ કરો
Advertisement
INDvsNZ: આ ખેલાડીએ રમી 100મી ટી20 મેચ, બન્યો આ મામલે દુનિયાનો ત્રીજો ક્રિકેટર
કિવી બેટ્મસેન રૉસ ટેલરે પાંચમી ટી20 રમતાં જ તેના નામે 100 ટી20 મેચો રમવાનો રેકોર્ડ નોંધાઇ ગયો હતો
નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચોની સીરીઝની પાંચમી અને અંતિમ ટી20 મેચ રમાઇ રહી છે. ટૉસ જીતીને ભારતીય ટીમે પહેલા બેટિંગ કરી અને કિવી ટીમને બૉલિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. જેવી કિવી ટીમ ફિલ્ડિંગ કરવા મેદાન પર આવી એવો જ એક ખાસ રેકોર્ડ રૉસ ટેલરને નામે નોંધાઇ ગયો હતો.
કિવી બેટ્મસેન રૉસ ટેલરે પાંચમી ટી20 રમતાં જ તેના નામે 100 ટી20 મેચો રમવાનો રેકોર્ડ નોંધાઇ ગયો હતો. આજની મેચ સાથે જ રૉસ ટેલર દુનિયાનો ત્રીજા નંબરનો ખેલાડી બની ગયો હતો, જેને 100 આંતરરાષ્ટ્રીય ટી20 રમી હોય.
100 ટી20 રમનારા ક્રિકેટરો
113 મેચ - શોએબ મલિક
107 મેચ - રોહિત શર્મા
100 મેચ - રૉસ ટેલર
ખાસ વાત છે કે, આ સાથે જ રૉસ ટેલર 100 ટી20 રમનારો ન્યૂઝીલેન્ડનો પ્રથમ ખેલાડી પણ બની ગયો છે. જ્યારે આ પહેલા સ્ટીફન ફ્લેમિંગ 100 ટેસ્ટ, અને રિચાર્ડ હેડલી 100 વનડે મેચ રમી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion