![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
AFG Vs SL: વર્લ્ડકપ 2023માં અફઘાનિસ્તાનની ત્રીજી જીત, શ્રીલંકાને 7 વિકેટથી આપી હાર
WC 2023, AFG vs SL: અફઘાનિસ્તાનનો વર્લ્ડકપમાં શાનદાર દેખાવ ચાલુ છે.
![AFG Vs SL: વર્લ્ડકપ 2023માં અફઘાનિસ્તાનની ત્રીજી જીત, શ્રીલંકાને 7 વિકેટથી આપી હાર ODI World Cup 2023 Afghanistan won by 7 wickets against Sri Lanka match highlights MCA Stadium AFG Vs SL: વર્લ્ડકપ 2023માં અફઘાનિસ્તાનની ત્રીજી જીત, શ્રીલંકાને 7 વિકેટથી આપી હાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/30/e1237396bb08c37765d65b96af3969ba169868378652476_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ICC ODI World Cup 2023 Afghanistan vs Sri Lanka 2023 Highlights: ODI વર્લ્ડ કપ 2023ની 30મી મેચમાં અફઘાનિસ્તાને શ્રીલંકાને હરાવ્યું છે. પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 241 રન બનાવ્યા હતા અને અફઘાનિસ્તાને ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. હાર સાથે શ્રીલંકા માટે આગળનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન બાદ અફઘાનિસ્તાને પણ શ્રીલંકાને હરાવ્યું છે. જીત સાથે અફઘાનિસ્તાન પોઇન્ટ ટેબલમાં પાંચમાં ક્રમે આવી ગયું છે.
શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 49.3 ઓવરમાં 241 રન બનાવી ઓલઆઉટ થયું હતું. નિસાંકાએ સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. કુસલ મેંડિસે 39, સમરવિક્રામાએ 36, મહેશ તીક્ષ્ણાએ 29 રનનું યોગદાન આપ્યું હતું. અફઘાનિસ્તાન તરફથી ફારૂકીએ 34 રનમાં 4 વિકેટ, મુજીબે 38 રનમાં 2 વિકેટ, રાશિદ ખાને 50 રનમાં 1 વિકેટ ઝડપી હતી. અફઘાનિસ્તાને 242 રનના ટાર્ગેટને 45.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પાર પાડ્યો હતો. ગુરબાઝ ખાતું ખોલાવી શક્યો નહોતો. ઝરદાને 39 અને રહમત શાહે 62 રન બનાવ્યા હતા. શાહીદી 58 રન અને ઓમરઝઇ 73 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.
Afghanistan continue their charge towards a top-four finish in #CWC23 with a stupendous win in Pune 👊#AFGvSL 📝: https://t.co/f6KGeAIahL pic.twitter.com/cCmw8unwDy
— ICC (@ICC) October 30, 2023
વન ડે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાની જીત
- સ્કોટલેન્ડને 1 વિકેટથી હરાવ્યું, ડ્યુનેડિન, 2015
- ઇંગ્લેન્ડને 69 રનથી હરાવ્યું, દિલ્હી, 2023
- પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું, ચેન્નાઈ, 2023
- શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું, પુણે, 2023
વન ડે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન વિ શ્રીલંકા
- 2015 - શ્રીલંકા 4 વિકેટે જીત્યું
- 2019 - શ્રીલંકા 34 રને જીત્યું
- 2023 - અફઘાનિસ્તાન 7 વિકેટે જીત્યું
વિશ્વ કપમાં સૌથી વધુ મેચો હારનારી ટીમ
અફઘાનિસ્તાન સામે હાર સાથે જ શ્રીલંકાના નામે એક શરમજનક રેકોર્ડ પણ નોંધાયો છે. શ્રીલંકા વન ડે વર્લ્ડકપમાં સૌથી વધુ મેચ હારનારી ટીમ બની ગઈ છે.
- 43 - શ્રીલંકા
- 42 - ઝિમ્બાબ્વે
- 37 - ઈંગ્લેન્ડ
- 36 - પાકિસ્તાન
- 35 - ન્યુઝીલેન્ડ
- 35 - વેસ્ટ ઈન્ડિઝ
વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન માટે સૌથી મોટી ભાગીદારી (કોઈપણ વિકેટ)
- 133 - ઇકરામ અલીખિલ અને રહેમત શાહ વિ. WI, લીડ્ઝ, 2019 (2જી)
- 130 - ઈબ્રાહિમ ઝદરાન અને આર ગુરબાઝ વિરુદ્ધ PAK, ચેન્નાઈ, 2023 (1 લી)
- 121 - અઝમતુલ્લા ઓમરઝાઈ અને એચ શાહિદી વિ IND, દિલ્હી, 2023 (4થી)
- 114 - ઈબ્રાહિમ ઝદરાન અને રહેમાનુલ્લા ગુરબાઝ વિરુદ્ધ ENG, દિલ્હી, 2023 (1 લી)
- 111* - અઝમતુલ્લા ઓમરઝાઈ અને એચ શાહિદી વિ SL, પુણે, 2023 (4થી)
𝐖𝐡𝐚𝐭 𝐚 𝐖𝐢𝐧! 🙌#AfghanAtalan, banking on an incredible all-round performance, beat @OfficialSLC by 7 wickets to register their third victory at the ICC Men's Cricket World Cup 2023. 👏
— Afghanistan Cricket Board (@ACBofficials) October 30, 2023
Congratulations to the whole Afghan Nation! 😍#CWC23 | #AFGvSL | #WarzaMaidanGata pic.twitter.com/KEMcySenBd
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)