ENG vs NZ WC 2023: વર્લ્ડકપના 48 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર બની અદભૂત ઘટના, ઈંગ્લેન્ડે પ્રથમ મેચમાં બનાવ્યો ખાસ રેકોર્ડ
ENG vs NZ WC 2023: ક્રિકેટ વર્લ્ડ કપ 2023 શરૂ થઈ ગયો છે. પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ટીમો આમને-સામને છે. બંને ટીમો વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
ENG vs NZ WC 2023: ક્રિકેટ વર્લ્ડ કપ 2023 શરૂ થઈ ગયો છે. પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ટીમો આમને-સામને છે. બંને ટીમો વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 9 વિકેટે 282 રન બનાવ્યા હતા. આ સાથે જ જોસ બટલરની આગેવાનીમાં ઈંગ્લેન્ડે એક અદભૂત રેકોર્ડ બનાવ્યો છે. વાસ્તવમાં, વર્લ્ડ કપના 48 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ ટીમના તમામ 11 બેટ્સમેનોએ ડબલ ફિગર પાર કર્યો હોય.
વર્લ્ડકપના 48 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું
આ પહેલા, ICC ODI વર્લ્ડ કપમાં આવું ક્યારેય બન્યું નથી, જ્યારે એક ટીમના તમામ 11 ખેલાડીઓએ ડબલ ફિગરમાં રન બનાવ્યા હોય. ન્યૂઝીલેન્ડ સામે ઈંગ્લેન્ડના બેટ્સમેનોની વાત કરીએ તો ઓપનર જોની બેરસ્ટોએ 35 બોલમાં 33 રન બનાવ્યા હતા. જ્યારે ડેવિડ મલાને 24 બોલમાં 14 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય જો રૂટ, હેરી બ્રુક, મોઈન અલી, જોસ બટલર અને લિયામ લિવિંગસ્ટોને અનુક્રમે 77, 25, 11, 43 અને 20 રન બનાવ્યા હતા.
Nobody has ever done this before in an ODI 👀
— ICC (@ICC) October 5, 2023
England’s total of 282/9 was historic in at least one way ⬇#ENGvNZ #CWC23https://t.co/g9r8JHMXZc
ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ બનાવ્યો અદભૂત રેકોર્ડ
સેમ કુરન 19 બોલમાં 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તો બીજી તરફ, ક્રિસ વોક્સે 12 બોલમાં 11 રનનું યોગદાન આપ્યું હતું. આદિલ રાશિદ 13 બોલમાં 15 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. જ્યારે માર્ક વૂડે 14 બોલમાં 13 અણનમ રન બનાવ્યા હતા. આ રીતે ઈંગ્લેન્ડના તમામ 11 ખેલાડીઓએ ડબલ આંકડો પાર કર્યો. જો કે આ મેચની વાત કરીએ તો ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 283 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ પહેલા વર્લ્ડ કપ 2019માં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ રીતે જોસ બટલરની આગેવાનીમાં ઇંગ્લેન્ડે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે વર્લ્ડ કપમાં પ્રવેશ કર્યો છે.
ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન - ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ લાથમ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેમ્પમેન, જીમી નીશમ, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, ટ્રેન્ટ બોલ્ટ.