Virat Kohli 50th ODI Century: ક્રિકેટના ભગવાન ગણાતા સચિને કોહલીને તેનો વન ડેમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ તોડવા બદલ શું કહ્યું ?
Virat Kohli Record: કોહલીએ 113 બોલમાં 117 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગમાં તેણે નવ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા
Kohli ODI Century: વિરાટ કોહલીએ વર્લ્ડ કપ 2023માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સેમીફાઈનલમાં ઈતિહાસ રચ્યો હતો. તેણે પોતાની ODI કારકિર્દીની 50મી સદી ફટકારી હતી. હવે તે ODIમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. આ મામલે વિરાટે મહાન સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. આ મેચ જોવા માટે સચિન પોતે વાનખેડે ખાતે હાજર છે. કોહલીએ ઘરઆંગણે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ તેની સામે રાખ્યો હતો. સચિને 452 વનડે ઇનિંગ્સમાં 49 સદી ફટકારી હતી. આ સાથે જ કોહલીએ પોતાની 279મી ઇનિંગમાં 50 સદી ફટકારી છે. કોહલીએ 113 બોલમાં 117 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગમાં તેણે નવ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. કોહલી કોનવેના હાથે સાઉદીના હાથે કેચ થયો હતો.
સચિને શું કરી પોસ્ટ
કોહલીએ રેકોર્ડ તોડ્યા બાદ સચિન તેંડુલકરે ખાસ પોસ્ટ કરી હતી. સોશિયલ મીડિયા પર સચિને લખ્યું, જ્યારે હું તમને ભારતીય ડ્રેસિંગ રૂમમાં પહેલીવાર મળ્યો હતો, ત્યારે અન્ય સાથી ખેલાડીઓએ મારા પગને સ્પર્શ કરવા માટે તમારી ટીખળ કરી હતી. તે દિવસે હું હસવાનું રોકી શક્યો નહીં. પરંતુ ટૂંક સમયમાં, તમે તમારો જુસ્સા અને કુશળતા મારા હૃદયને સ્પર્શી ગયા. હું ખૂબ ખુશ છું કે તે યુવાન છોકરો 'વિરાટ' ખેલાડી બની ગયો છે. કોઈ ભારતીયે મારો રેકોર્ડ તોડ્યો તેનાથી વધારે ખુશ હું ન હોઈ શકું અને વર્લ્ડકપ સેમિ ફાઇનલ જેવા મોટા સ્ટેજ પર અને તે પણ મારા હોમ ગ્રાઉન્ડમાં આ ઉપલબ્ધિ મેળવી તે બદલ શુભકામના.
The first time I met you in the Indian dressing room, you were pranked by other teammates into touching my feet. I couldn’t stop laughing that day. But soon, you touched my heart with your passion and skill. I am so happy that that young boy has grown into a ‘Virat’ player.
— Sachin Tendulkar (@sachin_rt) November 15, 2023
I… pic.twitter.com/KcdoPwgzkX
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપ 2023ની પ્રથમ સેમિ ફાઈનલ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. ભારતે 50 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 397 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ સર્વાધિક 117 રન બનાવ્યા હતા. સદી ફટકારવાની સાથે જ કોહલીએ વન ડેમાં સચિન તેંડુલકરની 49 સદીનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. શ્રેયસ ઐયરે 105 રન બનાવ્યા હતા. શુભમન ગિલ 80 રન અને કેએલ રાહુલ 39 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. ટિમ સાઉથીએ 10 ઓવરમાં 100 રન આપ્યા હતા. જ્યારે બોલ્ટે 10 ઓવરમાં 86 રન આપ્યા હતા.
આ પણ વાંચોઃ
વિરાટ કોહલીએ તોડ્યો સચિનનો વધુ એક મોટો રેકોર્ડ, વર્લ્ડકપમાં આ મામલે બન્યો નંબર-1
IND vs NZ Semi-Final: શુભમન ગિલના ચોગ્ગા-છગ્ગા પર સારા તેંડુલકરનું રિએક્શન વાયરલ, જુઓ ખાસ તસવીર