શોધખોળ કરો

World Cup 2023 : વર્લ્ડકપ પહેલા જ ICC અને BCCIનો પાકિસ્તાનને મોટો ઝાટકો

ટૂર્નામેન્ટ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતના હોસ્ટિંગમાં રમાશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ટૂંક સમયમાં વર્લ્ડકપનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવા જઈ રહ્યું છે.

India Vs Pakistan ODI World Cup 2023: ક્રિકેટના મહાકુંભ તરીકે ઓળખાતા વનડે વર્લ્ડકપને શરૂ થવામાં હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. ટૂર્નામેન્ટ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતના હોસ્ટિંગમાં રમાશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ટૂંક સમયમાં વર્લ્ડકપનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવા જઈ રહ્યું છે. પરંતુ વર્લ્ડકપ પહેલા જ આઈસીસી અને બીસીસીઆઈએ પાકિસ્તાનને જોરદાર ઝાટકો આપ્યો છે. 

પીસીબીએ કહ્યું હતું કે... 

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ટૂંક સમયમાં વર્લ્ડકપનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવા જઈ રહ્યું છે. પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે બેંગ્લોરમાં મેચ રમવાનું છે. ત્યાર બાદ તરત જ અફઘાનિસ્તાન સામેની મેચ ચેન્નઈમાં રમાશે. અહેવાલો અનુસાર, પાકિસ્તાની બોર્ડે બંને સ્થળોની અદલાબદલી કરવાની માંગ કરી હતી.

PCB ઓસ્ટ્રેલિયા સામે ચેન્નઈમાં અને અફઘાનિસ્તાન સામે બેંગલુરુમાં મેચ રમવા માંગે છે. પરંતુ Cricbuzz અનુસાર, ICC અને BCCIએ પાકિસ્તાની બોર્ડની આ માંગને ઠુકરાવી દીધી છે. આઈસીસી અને બીસીસીઆઈની ગઈ કાલે મંગળવારે બેઠક થઈ હતી. ત્યાર બાદ જ તેણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને પણ પોતાના નિર્ણય અંગે સત્તાવાર રીતે જાણ કરી દીધી હતી.

વર્લ્ડકપની પહેલી મેચ આ તારીખે રમાશે

આ વખતે વર્લ્ડકપની શરૂઆત અમદાવાદમાં 5 ઓક્ટોબરે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને છેલ્લી રનર અપ ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચથી થશે. જ્યારે ભારતીય ટીમ તેની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નઈમાં રમશે. પાકિસ્તાનની ટીમ તેની પ્રથમ મેચ ક્વોલિફાયર એમ સામે 6 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમશે.

પાકિસ્તાની ટીમનું સંપૂર્ણ ટાઈમ ટેબલ 

ઑક્ટોબર 6 વિ ક્વોલિફાયર ટીમ, હૈદરાબાદ

12 ઓક્ટોબર વિ ક્વોલિફાયર, હૈદરાબાદ

15 ઓક્ટોબર વિરુદ્ધ ભારત, અમદાવાદ

20 ઓક્ટોબર વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, બેંગલુરુ

23 ઓક્ટોબર વિરુદ્ધ અફઘાનિસ્તાન, ચેન્નઈ

27 ઓક્ટોબર વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, ચેન્નઈ

31 ઓક્ટોબર વિરુદ્ધ બાંગ્લાદેશ, કોલકાતા

5 નવેમ્બર v ન્યુઝીલેન્ડ, બેંગલુરુ

12 નવેમ્બર વિરુદ્ધ ઈંગ્લેન્ડ, કોલકાતા

કયા સંજોગોમાં સ્થળ બદલી શકાય?

જો કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ બંને સ્થળોને કેમ બદલવા માંગે છે? તેણે લઈને પાકિસ્તાને કોઈ જવાબ આપ્યો નથી. આવી સ્થિતિમાં ICC અને BCCIએ તેની વિનંતી ઠુકરાવી દીધી છે. તેણે કહ્યું હતું કે, ટૂર્નામેન્ટ ખૂબ જ નજીક છે. તેથી હવે આ સ્થિતિમાં સ્થળ બદલી શકાય નહીં. જોકે ભારતને સ્થળ બદલવાનો અધિકાર છે, પરંતુ આ માટે પણ ICCની પરવાનગી લેવી પડશે.

જાહેર છે કે, જ્યારે ખેલાડીઓની સુરક્ષાને લઈને કોઈ સમસ્યા હોય ત્યારે જ વર્લ્ડકપમાં સ્થળ બદલી શકાય છે. આ ઉપરાંત, બીજી પરિસ્થિતિમાં જ્યારે તે મેદાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે યોગ્ય ન ગણાય ત્યારે સ્થળ બદલી શકાય છે. પણ અહીં એવું કંઈ જ કારણ નથી. તેથી આવી સ્થિતિમાં જો અહીં બંને પરિસ્થિતિનું નિર્માણ જ નથી થતું તો સ્થળ બદલી શકાતુ નથી. 

અગાઉ પણ બદલાયું હતું ભારત-પાકિસ્તાન મેચનું સ્થળ

જો કે પાકિસ્તાને પોતાની મેચ ટીમ ઈન્ડિયા સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવાની છે. આ સ્થિતિમાં PCBએ સુરક્ષાના કારણોને ટાંકીને આ સ્થળ બદલવાની માંગ કરી હતી, પરંતુ ICC અને BCCIએ પણ આ માંગ પર ધ્યાન જ આપ્યું નહોતું. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ઘણી વખત સ્થળ બદલવામાં આવ્યા છે. 2016 T20 વર્લ્ડકપ દરમિયાન, સુરક્ષા કારણોસર ભારત-પાકિસ્તાનની મેચ ધર્મશાલાથી કોલકાતામાં શિફ્ટ કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
Embed widget