IND vs PAK: પાકિસ્તાની બોલરોનું વધશે ટેન્શન, અમદાવાદમાં નેટ પ્રેક્ટિસ કરવા ઉતર્યો શુભમન ગીલ
Shubman Gill Update: શુભમન ગિલ બીમાર થવાના કારણે ટીમ ઈન્ડિયાને સૌથી મોટો ફટકો પડ્યો છે. શુભમન ગિલ છેલ્લા એક વર્ષથી શાનદાર ફોર્મમાં છે, આથી ટીમ ઈન્ડિયા અને ભારતના ચાહકોને આ વર્લ્ડ કપમાં તેની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી.

Shubman Gill Update: શુભમન ગિલ બીમાર થવાના કારણે ટીમ ઈન્ડિયાને સૌથી મોટો ફટકો પડ્યો છે. શુભમન ગિલ છેલ્લા એક વર્ષથી શાનદાર ફોર્મમાં છે, આથી ટીમ ઈન્ડિયા અને ભારતના ચાહકોને આ વર્લ્ડ કપમાં તેની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ વર્લ્ડ કપની શરૂઆત પહેલા જ તેને ડેન્ગ્યુ થઈ ગયો હતો જેના કારણે તે પ્રથમ બે મેચ રમી શક્યો નહોતો. જો કે ભારતે તેની શરૂઆતની બંને મેચો જીતીને વર્લ્ડ કપની શાનદાર શરૂઆત કરી છે, પરંતુ ટીમ ઈન્ડિયા ચોક્કસપણે શુભમન ગિલની ખોટ અનુભવી રહી છે.
Shubman Gill has started the batting practice.
- Great news for Team India. pic.twitter.com/lkfcNgEi1F— Johns. (@CricCrazyJohns) October 12, 2023
હવે ભારતની પાકિસ્તાન સાથેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. શુભમન ગિલ પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરી શકશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ આજે તે નેટ્સમાં પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો છે, જે ભારતીય ટીમ માટે એક સારા સમાચાર છે.
ગિલ નેટ્સ પર પાછો ફર્યો
તમને જણાવી દઈએ કે પાકિસ્તાન સાથે એશિયા કપની બીજી મેચમાં શુભમને રોહિત શર્મા સાથે મળીને શાનદાર શરૂઆત કરી હતી અને પાકિસ્તાની બોલરોને બેક ફૂટ પર ધકેલી દીધા હતા. આવી સ્થિતિમાં જો ગિલ પાકિસ્તાન સામેની વર્લ્ડ કપ મેચમાં વાપસી કરશે તો પાકિસ્તાની બોલરો પર વધારાનું દબાણ રહેશે અને ભારતીય ટીમ પણ મજબૂત થશે. વર્લ્ડ કપની શરૂઆત પહેલા જ શુભમનને ડેન્ગ્યુ તાવ થયો હતો, ત્યારબાદ BCCIની મેડિકલ ટીમે તેને ઓબ્ઝર્વેશનમાં રાખ્યો હતો. સાવચેતીના પગલા તરીકે, તેમને ચેન્નાઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ બે દિવસમાં તેમને રજા આપવામાં આવી હતી.
અફઘાનિસ્તાન સામેની ભારતની મેચ પહેલા ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે કહ્યું હતું કે શુભમન ગિલ હવે ઠીક છે, અને ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. ગિલ અફઘાનિસ્તાન મેચ પહેલા ટીમ સાથે દિલ્હી ગયો ન હતો, પરંતુ પાકિસ્તાન મેચ પહેલા અમદાવાદ પહોંચી ગયો છે, અને નેટ્સમાં પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. આવી સ્થિતિમાં હવે આશા છે કે ભારતનો આ યુવા ખેલાડી પાકિસ્તાન સામેની મેચ રમી શકશે કે નહીં.

