શોધખોળ કરો

Sachin Tendulkar Birthday: 49 વર્ષના થયા સચિન તેેંડુલકર, જાણો 'ક્રિકેટના ભગવાન' સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો

સચિને 16 વર્ષની ઉંમરે 1989માં પાકિસ્તાન સામે પોતાની ક્રિકેટ કરિયની શરૂઆત કરી હતી.

Sachin Tendulkar Birthday:  ક્રિકેટના ભગવાન ગણાતા અને ભારતના પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકર આજે એટલે કે 24 એપ્રિલે 49 વર્ષના થયા છે.  સચિનનો જન્મ 24 એપ્રિલ 1973ના રોજ મુંબઈમાં થયો હતો. 24 વર્ષ સુધી ક્રિકેટ પિચ પર રાજ કરનાર સચિનના નામે આજે પણ ઘણા રેકોર્ડ છે. 1989માં પાકિસ્તાન વિરૂદ્ધ પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆત કરનાર સચિને દેશમાં ક્રિકેટને નવા સ્તરે લઈ જવામાં ઘણી મદદ કરી. તેને રમતા જોઈને એક પેઢીએ તેની પાસેથી પ્રેરણા લીધી. આજે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના જન્મદિવસ પર તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જાણીએ.

સચિને 16 વર્ષની ઉંમરે 1989માં પાકિસ્તાન સામે પોતાની ક્રિકેટ કરિયની શરૂઆત કરી હતી. તે સમયે વિશ્વમાં વસીમ અકરમ અને વકાર યુનિસ જેવા પાકિસ્તાની બોલરોનો દબદબો હતો. તે સીરિઝમાં ચોથી ટેસ્ટ મેચમાં વકારનો એક બોલ સચિનના ચહેરા પર વાગ્યો હતો. સચિન ​​લોહીથી લથબથ હોવાથી તબીબી સારવાર આપવામાં આવી હતી. લોકોને લાગવા લાગ્યું કે હવે તે બેટિંગ કરી શકશે નહીં. પણ સચિને ઇજા થઇ છતાં બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું.

12 વર્ષની ઉંમરે સદી ફટકારી હતી

12 વર્ષની ઉંમરે સચિને પોતાની સ્કૂલ તરફથી રમતા સદી ફટકારી હતી. તેણે અંડર-17 હૈરિસ શીલ્ડમાં આ સદી ફટકારી હતી. બે વર્ષ પછી તેણે તેના મિત્ર અને ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી સાથે 664 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી. 15 વર્ષની ઉંમરે મુંબઈ માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યા બાદ તેણે રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી અને ઈરાની ટ્રોફીની ડેબ્યૂ મેચમાં સદી ફટકારી હતી. બીજા જ વર્ષે તેણે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. . તેના ડેબ્યુના એક વર્ષ પછી તેણે ઈંગ્લેન્ડના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર તેની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારનાર એકમાત્ર ક્રિકેટર

સચિને 2000માં પોતાની સદીની અડધી સદી પૂરી કરી હતી અને તે આવું કરનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો હતો. આઠ વર્ષ પછી તે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બ્રાયન લારાને પાછળ છોડીને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. તેની કારકિર્દીના અંતે સચિન પુરુષોના વન-ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો. આ સિવાય તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારનાર એકમાત્ર ક્રિકેટર છે. તે 2011માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો મહત્વનો ભાગ હતો. વિરાટ કોહલી પાસે સચિનના આ રેકોર્ડ સુધી પહોંચવાની તક છે, પરંતુ વિરાટ હાલમાં તેની કારકિર્દીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે.

ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ સચિન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. થોડા સમય પહેલા તેણે પોતાની મનપસંદ વાનગી જાહેર કરી હતી. એક વીડિયોમાં સચિન તેની ફેવરિટ મિસલ પાવ ખાતો જોવા મળ્યો હતો.

સચિનની ક્રિકેટ કારકિર્દી

સચિને ભારત માટે 200 ટેસ્ટ મેચ, 463 ODI અને એક T20 મેચ રમી છે, જેમાં તેણે અનુક્રમે 15921, 18426 અને 10 રન બનાવ્યા છે. સચિનના નામે ટેસ્ટમાં 51 અને વનડેમાં 49 સદી છે. તેના નામે સૌથી વધુ ઈન્ટરનેશનલ રન બનાવવાનો રેકોર્ડ હજુ પણ અકબંધ છે. સચિને બેટિંગ ઉપરાંત બોલિંગમાં પણ ઘણી વિકેટો ઝડપી છે. તેના નામે ટેસ્ટમાં 46, વનડેમાં 154 અને T20 ઈન્ટરનેશનલમાં એક વિકેટ પણ સામેલ છે. તે સૌથી વધુ ટેસ્ટ મેચ રમનાર અને સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.

સચિને 2013માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લઇ લીધી હતી. તે જ વર્ષે તેને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન'થી નવાજવામાં આવ્યો હતો. આ સન્માન મેળવનાર તે અત્યાર સુધીનો પ્રથમ અને એકમાત્ર ભારતીય ખેલાડી છે. આ સિવાય તે ચાર ક્રિકેટરોમાંથી એક છે જેમને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. સચિનને ​​આ સન્માન 1997-98માં મળ્યું હતું. તેના સિવાય એમએસ ધોની (2007-08), વિરાટ કોહલી (2018) અને રોહિત શર્મા (2020)ને આ સન્માન મળ્યું છે. સચિન હાલમાં IPLમાં પાંચ વખત ટાઈટલ જીતનારી મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો મેન્ટર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
Embed widget