શોધખોળ કરો

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પુરી ક્ષમતાથી ભરવાના નિર્ણય પછી GCAએ છેલ્લી ઘડીએ શું લીધો મોટો નિર્ણય? શું કરી જાહેરાત?

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટી20 મેચમાં દર્શકોની સંખ્યા ખીચોખીચ ભરવાને લઇને જીસીએએ ફેરવી તોળ્યુ છે. જીસીએએ નિર્ણય લીધો છે કે હવે સ્ટેડિયમને 50 ટકા જ ભરવામાં આવશે, સીરીઝની તમામ મેચોમાં સ્ટેડિયમમાં દર્શકોની સંખ્યા 50 ટકા જ રાખવામાં આવશે. જીસીએએ આ નિર્ણય કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં લઇને કર્યો છે. કૉવિડ-19ની ગાઇડલાઇન અને એસઓસી મુજબ હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં દર્શકોને એન્ટ્રી નહીં આપવામાં આવે

અમદાવાદઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયયમાં પ્રથમ ટી20 મેચ રમાવવાની છે. પ્રથમ ટી20 મેચને લઇને સ્ટેડિયમના ભરવાના નિર્ણયને ફેરવી તોળાયો છે. જીસીએ પોતાના નિર્ણયને ફેરવી તોળતા હવે 50 ટકા સુધી જ સ્ટેડિયમમાં ભરવાનો નિર્ણય કર્યો છે. 

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દુનિયાનુ સૌથી મોટુ સ્ટેડિયમ છે, અને સ્ટેડિયમમાં કેપેસિટી 1 લાખથી પણ વધુ દર્શકોને બેસવાની છે. આને ધ્યાનમાં રાખીને પ્રથમ ટી20માં ગુજરાત ક્રિકેટ એસોસિએશને સ્ટેડિયમને પુરેપુરુ ખીચોખીચ ભરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ હવે જીસીએએ પોતાના જ નિર્ણયમાં ફેરવી તોળ્યુ છે. જીસીએએ નિર્ણય લીધો છે કે હવે સ્ટેડિયમને 50 ટકા જ ભરવામાં આવશે, સીરીઝની તમામ મેચોમાં સ્ટેડિયમમાં દર્શકોની સંખ્યા 50 ટકા જ રાખવામાં આવશે. જીસીએએ આ નિર્ણય કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં લઇને કર્યો છે. કૉવિડ-19ની ગાઇડલાઇન અને એસઓસી મુજબ હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં દર્શકોને એન્ટ્રી નહીં આપવામાં આવે.

ગુજરાત ક્રિકેટ એસોશિએશના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ જણાવ્યુ કે, અમે કૉવિડ19 મહામારીના કારણે હવે અહીં તમામ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ માટે ઓનલાઇન અને ઓફલાઇન ટિકીટોનુ વેચાણ માત્ર 50 ટકા સુધી કરવામાં આવશે. 

ક્યાંથી જોઇ શકશો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટી20 મેચ....
પ્રથમ ટી20 મેચનુ સીધુ પ્રસારણ Star Sports નેટવર્ક પર 5 ભાષાઓમાં થશે. વળી DD Sports પર પણ આ સીરીઝને જોઇ શકાશે. તમે Disney+ Hotstar પર લાઇવ સ્ટ્રીમિંગની મજા ઉઠાવી શકો છો.

ક્યાં રમાઇ રહી છે ટી20....
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આ ટી20 સીરીઝ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ભારતીય સમય મુજબ આ મેચની શરૂઆત સાંજે 7 કલાકે શરૂ થશે. 6.30 કલાકે ટોસ થશે. 

કેટલી વેચાઇ હતી ટિકીટો....
ટી20 સીરિઝમાં દર્શકોને પૂરી ક્ષમતા સાથે સ્ટેડિયમમાં જવાની મંજૂરી મળી હતી, પ્રથમ ટી20માં મોટી સંખ્યામાં દર્શકો આવી શકે છે. આ મેચની ટીકિટ Bookmyshow વેબસાઈટ અને એપથી ખરીદી શકાતી હતી. ટિકિટની કિંમત 500થી 10 હજાર રૂપિયાની વચ્ચે છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ પ્રમાણે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધિકારીએ કહ્યું હતુ, ટેસ્ટ મેચમાં પણ મોટી સંખ્યામાં દર્શકો આવ્યા હોવાથી ટી-20માં પણ ક્રિકેટરસિયા મોટી સંખ્યામાં ઉમટી પડશે તેવી અમને આશા છે. અમે 40 હજારથી વધુ ટિકિટ વેચી શકીએ છીએ. પ્રથમ ટી-20માં સ્ટેડિયમ દર્શકોની ખીચોખીચ ભરાઈ જાય તેવી આશા છે.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન....
ભારતીય ટીમ- રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર/સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વૉશિંગટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર, અક્ષર પટેલ/નવદીપ સૈની/ટી નટરાજન.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget